સાયલા ખાતેથી નીતિ આયોગના “સંપૂર્ણતા અભિયાન”નો લોન્ચ કાર્યક્રમ યોજાયો.
આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સમુચિત વિકાસ થાય તે હેતુથી દેશભરમાં "સંપૂર્ણતા અભિયાન"ચલાવામાં આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)' નીતિ આયોગ દ્વારા દેશભરમાં ૧૧૨ "મહત્વકાંક્ષી જિલ્લાઓ" અને ૫૦૦ જેટલા "મહત્વકાંક્ષી તાલુકાઓ" જાહેર કરાયા,ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાઓ અને ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "મહત્વકાંક્ષી તાલુકામાં કાર્યક્રમ" શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાનાં ૧૩ તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત "સંપૂર્ણતા અભિયાન" શરૂ થવા જઈ રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે લાલજી મહારાજ મંદિર હોલમાં "સંપૂર્ણતા" અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો.આ સાથે સંબધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જરૂરી તૈયારીઓ, વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમજ બેઠકમાં વિભાગ મુજબ જરૂરી કામગીરીની સોંપણી નક્કી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસણી કેમ્પ, બાળકો દ્વારા રેલી, આઈ.સી.ડી.એસ. ના બહેનો દ્વારા પોષણ આહાર/ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીતિ આયોગના અધિકારી/પ્રતિનિધિ, સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, ABP સાથે જોડાયેલા ૧૩૦ સખી મંડળના સભ્યો પૈકી દરેક મંડળનાં એક બહેન, આંગણવાડીના બહેનો, આશા વર્કર બહેનો તથા આરોગ્યકર્મીઓ જોડાયા હતાં. ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ કાર્યક્રમમાં "સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા" લેવડાવવામાં આવી હતી.
મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં ૧૦૦% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં "સંપૂર્ણતા અભિયાન" ચલાવવામાં આવનાર છે. આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તા.૦૪ જુલાઈ થી તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એકશન પ્લાન મુજબ "સંપૂર્ણતા અભિયાન" હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.આ કાર્યક્રમ અંગે કલેકટર કે.સી.સંપટ., વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સાયલા તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ બાવળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરીગભાઈ ધાધલ, સાયલા તાલુકા પંચાયત ચેરમેન નારસંગભાઈ સણોથરા,સાયલા ગ્રામ પંચાયત સરપંચ અજયરાજસિંહ ઝાલા આરોગ્ય વિભાગ અધિકારીઓ, પોલીસ કર્મીઓ તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.