શિશુવિહાર બુધસભા ની ૨૩૦૯ મી બેઠક મળી શિશુવિહાર ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે સંસ્થા માં “મારો નહિ પણ સારો” કર્તવ્ય નિષ્ઠ સમર્પિત કાર્યક્રર ને આભારી ડો નાનકભાઈ ભટ્ટ
શિશુવિહાર બુધસભા ની ૨૩૦૯ મી બેઠક મળી
શિશુવિહાર ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે
સંસ્થા માં મારો નહિ પણ સારો કર્તવ્ય નિષ્ઠ સમર્પિત કાર્યક્રર ને આભારી ડો નાનકભાઈ ભટ્ટ
ભાવનગર કોઈપણ સંસ્થા વિશ્વાસ ઉપર ટકી રહે છે. આવનારા વર્ષોમાં શિશુવિહાર સંસ્થા સો વર્ષ પૂરા કરશે.આ વર્ષો શિશુવિહારના કાર્યકર્તાઓની અતૂટ મહેનત અને વિશ્વાસનું પરિણામ છે. આજે દેશ,સમાજ અને દુનિયાને મૂલ્ય આધાર કેળવણીની જરૂર છે આ શબ્દ છે ૮૦૦ થી વધારે લેખ લખનાર શિશુવિહાર સંસ્થાના માનદ મંત્રીશ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટના વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ શિશુવિહાર બુધસભા ની ૨૩૦૯ મી બેઠક તા.૧૬/૧૦/૨૪ બુધવારે સાંજે ૬-૧૫ કલાકે ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત ભાવનગરના જાણીતા કટાર લેખક,કોલમિસ્ટ શ્રી ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા પોતાના સર્જન અને અનુભવ વિશે લેખનના અલગ અલગ માપદંડોને આવરી લઈને વાત કરવામાં આવી. જેમાં આજની સમાજ વ્યવસ્થા, મૂલ્યનિષ્ઠ શિક્ષણવ્યવસ્થાની જરૂરિયાત , લોકતંત્ર અને મનોવિજ્ઞાન, સર્જનની સમાજ જીવન પર અસર , પ્રવર્તમાન સમયમાં કર્મના સિદ્ધાંત આધારિત કેળવણી,શિશુવિહાર માટે જોયેલ સ્વપ્ન જેવા અનેક મુદ્દાઓ વિશે રસપ્રદ સંવાદ થયો છેલ્લા ૪૨ વર્ષથી સામાજિક ક્ષેત્રે પ્રદાન કરતા અને હાલ શિશુવિહાર સંસ્થાના મંત્રીશ્રી નાનકભાઈ ભટ્ટ સાથેના સંવાદમાં સાહિત્ય,સર્જન, કાવ્ય, કેળવણી જેવા રસપ્રદ વિષયો વિશે વાત કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં ભાવકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.