સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો


સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો
*******
ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મુકાવ પાડતાં જ્યારે આજે આયુષ્યમાન કાર્ડ થકી તેઓ ચિંતા મુક્ત બન્યા
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
******
જિલ્લાના ૧૩૪૪ લાભાર્થીઓને રૂ।. ૨.૧૩ કરોડની રકમના સાધન સહાય સ્ટોલના માધ્યમથી વિતરણ કરાયું
************
સાબરકાંઠા જિલ્લાના ઇડર સાપાવાડા એપીએમસીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાયો.
આ કાર્યક્રમ મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા થકી આજે ગુજરાતના અનેક ગરીબ લોકોના જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે. પોતાના વિભાગની વાત કરતા જણાવ્યું કે આજે ગાંગા સ્વરૂપ યોજના થકી રાજ્યની ગરીબ વિધવા બહેનોને સહારો મળ્યો છે. જ્યારે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ લોકોને રૂ. દસ લાખની આરોગ્ય સહાય આપવામાં આવી છે. ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકવાનો વારો આવતો. આજે આ લોકો આયુષ્યમાન કાર્ડ થકી ચિંતા મુક્ત બન્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક યોજનાઓ અમલમાં છે. માતા અને બાળ પોષણ અંગે મહત્વની જાણકારી આપી સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ ખાતે ચલાવવામાં આવતા ખાસ પોષણ અભિયાન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. માતા અને બાળકના પોષણ સાથે કિશોરીઓના પોષણ અને શિક્ષણની ચિંતા કરવાની છે. આજનું બાળક આવતી કાલનો નાગરિક છે.
ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી એ શરૂ કરેલા આ ગરીબ કલ્યાણ મહા યજ્ઞમાં આજ સુધીમાં ૨૫ લાખથી વધુ ગરીબ લોકોને ગરીબી રેખા થી ઉપર આવ્યા છે. ગરીબોને રોજગારી મળી છે. વ્યવસાય મળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓને ૬૬ કરોડની સહાય મળી છે.

આ પ્રસંગે અગ્રણી શ્રી ગજેન્દ્રસિંહ સક્સેનાએ જણાવ્યું કે, આ સરકાર ગરીબોની સરકાર છે આ મેળાઓ થકી અનેક લોકોને રોજગારલક્ષી કીટ આવકનું સાધન ઉભુ થતા તેમના જીવન ધોરણ ઉંચા આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ આ ગરીબ કલ્યાણ મેળામાં સૌને આવકારતા જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લાના કુલ ૨૩,૫૦૪ લાભાર્થીઓને ચેક, કીટ અને સાધન સહાય રૂપે રૂ. ૬૬,૧૭,૫૬,૮૫૧/- નો લાભ લાભાર્થીઓએ હાથો હાથ અપાયો છે. જેમાં મેળા પહેલાં ૨૧,૦૭૦ લાભાર્થીઓને લાભ વિતરણ થયો જેની અંદાજીત રકમ રૂ।. ૬૩,૯૫,૬૦,૭૫૫ /- છે. જ્યારે મેળા દરમ્યાન બાકી રહેલા ૧૩૪૪ લાભાર્થીઓને લાભ વિતરણ થશે. જેની અંદાજીત રકમ રૂ।. ૨,૧૩,૫૯,૮૯૬/-નો લાભ લાભાર્થીઓને અહી સ્ટોલના માધ્યમથી કરાશે.
આ કાર્યક્ર્મમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જિલ્લાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્ત વિવિધ કીટ વિતરણ કરાયું હતું. તેમજ મેળામાં સ્ટોલના માધ્યમથી લાભાર્થીઓને લાભ વિતરણ કરાયો હતો. મહાનુભવોના હસ્તે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્રારા પ્રસિધ્ધ કરાતા ઇ- પ્રજાસેતુ માસિક મેગેઝીન અને યુવા પહેલ કવિઝી ... કોફીટેબલ બુકનુ વિમોચન કરાયુ હતું.

આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઈડર નગરાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ, અગ્રણી કનુભાઈ પટેલ , મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી લીનાબેન નિનામા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, અમલીકરણ અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.