*જીલ્લા કલેકટરશ્રીની અપીલથી સોમનાથ- વેરાવળ નેશનલ હાઇવે તથા વેરાવળ-તાલાલા રાજ્ય ધોરી માર્ગ પરથી ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર થયા* - At This Time

*જીલ્લા કલેકટરશ્રીની અપીલથી સોમનાથ- વેરાવળ નેશનલ હાઇવે તથા વેરાવળ-તાલાલા રાજ્ય ધોરી માર્ગ પરથી ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર થયા*


*જીલ્લા કલેકટરશ્રીની અપીલથી સોમનાથ- વેરાવળ નેશનલ હાઇવે તથા વેરાવળ-તાલાલા રાજ્ય ધોરી માર્ગ પરથી ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર થયા*
--------------------
*તાલાલા નાકાવાળા ઓવરબ્રિજ પાસે વેરાવળ નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડની બાજુમાં આવેલ તળાવ પાસેની મસ્તાના બાબાની દરગાહ, જીલ્લા સેવા સદન પાસે મામાદેવ મંદિર,ઈણાજ પાટીયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાનજી ડેરી,ખોડીયાર માતા મઢ સહિતના ધાર્મિક દબાણો દુર કરાવામાં લોકોનો તંત્રને સહકાર*
---------------
*નેશનલ અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર અંદાજીત 8000 ચો.ફુટની સરકારી જગ્યામાં આવેલા ધાર્મિક દબાણો દૂર*
---------------
ગીર સોમનાથ,તા.૧૫: જિલ્લામાં મુખ્ય ટુરિસ્ટ સર્કિટ તરીકે ઓળખાતા સોમનાથ-વેરાવળ-તાલાલા નેશનલઅને રાજ્ય ધોરી માર્ગ ઉપરનું તેમજ જિલ્લા સેવા સદન પાસે ઈનાજ પાટીયા પાસે આવેલા ધાર્મિક દબાણના લીધે રાજ્યધોરી માર્ગ પર રોડ સેફટીની દ્રષ્ટિએ બ્લાઈન્ડ સ્પોટ જનરેટ થતા હતા જેના લીધે વાહનનો અકસ્માત થવાની ભીતિ સર્જાતી હતી.
જેથી જિલ્લા કલેકટર શ્રી ડી ડી જાડેજા ની અપીલ અને લોક સહકારથી માર્ગ અને મકાન વિભાગ,ફોરેસ્ટ વિભાગ, મામલતદારશ્રી અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ હાઇવે પરની મસ્તાના બાબાની દરગાહ,જિલ્લા સેવા સદન પાસે અને ઈણાજ પાટીયા પાસે તેમજ તાલાલા વેરાવળ રોડ પર આવેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામા આવ્યા હતા.
જેમા આજ રોજ મસ્તાના બાબાની દરગાહ 350 ચો ફૂટ, મામાદેવ મંદિર જિલ્લા સેવા સદન પાસે અંદાજીત ૧૫૦૦ ચો.ફુટ,ઈણાજ પાટીયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી મંદિરની અંદાજીત ૨૨૦૦ ચો.ફુટની જગ્યા,ઈણાજ પાટીયા અને સવની પાટીયા ની વચ્ચે ખોડીયાર માતા મઢ અને મામાદેવનું મંદિર અંદાજીત ૪૦૦૦
ચો.ફુટ,એમ વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ ઉપર કુલ ત્રણ જગ્યાએ ટોટલ અંદાજીત 8000 ચો.ફુટ જગ્યામાં આવેલા ધાર્મિક દબાણ રોડ ઉપરથી દૂર કરવામાં લોકોએ સહકાર આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.