121 બાલાસિનોર વિધાનસભા બેઠકમાં અપક્ષ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠર્યું
બાલાસિનોર વિધાનસભાવિસ્તારમાં ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ જતા બાલાસિનોરમાં વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવવાની તા.17 નવેમ્બર આખરી તારીખ બાદ તા.18 નવેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરાઇ હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ, ભાજપ ઉમેદવાર માનસિંહ ચૌહાણ અને આપ ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ સહિત અન્ય ત્રણ પક્ષ અને એક અપક્ષ ઉમેદવારના ફોર્મ માન્ય નાયબ કલેકટરે ગણાવ્યા હતા. જ્યારે રાવજી પરમારનું ફોર્મ સંપૂર્ણ ન ભરવાના કારણે અમાન્ય ગણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.