આજે આહીર સમાજ ના વીર સપૂત રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર ના સ્મરણાર્થે નેસડા ખાતે સરકારી સ્કૂલ માં રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

આજે આહીર સમાજ ના વીર સપૂત રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર ના સ્મરણાર્થે નેસડા ખાતે સરકારી સ્કૂલ માં રક્તદાન કેમ્પ યોજાયો


આજરોજ નેસડા ગામના યુવાન રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર કે જેઓ અરુણાચલ પ્રદેશ ખાતે આઇટીબીપી માં ફરજ બજાવતા હતા અને ફરજ બજાવતા તેઓ દેશને ખાતર શહીદ થયા છે
એમની શહીદીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ સિહોર તાલુકાના નેસડા ગામે સરકારી હાઈસ્કૂલ ખાતે સવારના 9/00 વાગ્યાથી બપોરના 4/00 વાગ્યા સુધી બ્લડ બેન્ક સરટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં આજે 253 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વાંકિયા હનુમાનજી આશ્રમ આંબલાના મહંતશ્રી પરમ પૂજ્ય રવુબાપુએ હાજરી આપી રક્તદાતાઓ અને સ્વયંસેવક ભાઈઓને આશીર્વચન પાઠવ્યા હતા. સાથે પેથાભાઇ આહીર, ગેમાભાઈ ડાંગર, સમાજના પટેલ શ્રી મહેશભાઈ, નેસડા ગામના આગેવાનો-વડીલો સહિતનાએ પણ હાજરી આપી હતી. ભાવનગર જિલ્લાના ઘણા ગામમાં આર્મીમાંથી નિવૃત્ત થઈને આવ્યા છે એવા જવાનોએ પણ નેસડા આવી આજે રક્તદાન કર્યું હતું. રક્તદાનની સાથે સાથે દરેક રક્તદાતાઓને પર્યાવરણ બચાવવાની નેમ માટે એક વૃક્ષ વાવવા માટે આપવામાં આવ્યું હતું.
નેસડા ગામના વડીલો, યુવાનો, રોહિતભાઈના પરિવાર અને કુટુંબના સૌ ભાઈઓ, રોહિતભાઈના મિત્રો, આહીર સમાજ કર્મયોગી (નોકરિયાત) સંગઠનના ભાઈઓ સૌએ આખો દિવસ હાજર રહી આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. *રોહિતભાઈના પરિવાર વતી દિનેશભાઈ ડાંગર(રાજપરા) એ સૌ રક્તદાતાઓનો,વડીલોનો, સ્વયંસેવક ભાઈઓનો અને બ્લડ બેન્ક સર્ટિફિકેટ હોસ્પિટલ ભાવનગરના તમામ સ્ટાફનો આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ખુબ ખુબ આભાર માન્યો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.