પોરબંદરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન ચાર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સેવાયજ્ઞનો લાભ લેવા થઈ અપીલ
પોરબંદરમાં ચાર સંસ્થાઓના ઉપક્રમે નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પનું આયોજન આગામી રવિવારે કરવામાં આવ્યુ છે. પાયોનીયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય તથા રેડક્રોસ સોસાયટી (પોરબંદર તાલુકા શાખા) તથા લાયન્સ કલબ પોરબંદર ‘બાપુ’ના સંયુક્ત આયોજિત નિઃશુલ્ક આંખની તમામ તકલીફ માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રત્નસાગર હોલ મીડલ સ્કૂલ સામે, તા. ૭-૭-૨૦૨૪ રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી કરવામાં આવ્યુ છે.
આ કેમ્પમાં આધુનિક ટેકનિકલવાળા કોમ્પ્યુટરાઇઝડ મશીન દ્વારા રાજકોટના નિષ્ણાંત ડોકટર દ્વારા આંખનું નિદાન કરવામાં આવશે. જે દર્દીઓને આંખના નંબર હશે તેમને નંબર કાઢી આપવામાં આવશે અને સર્વેને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવશે.
આ કેમ્પની માહિતી માટે લાયન્સ કલબ 'બાપુ' પ્રવિણભાઈ ખોરાવાના મો. ૯૨૬૫૯ ૮૨૩૧૩, ભરતભાઇ લાખાણી, રેડક્રોસ સોસાયટી (તાલુકા)ના રામદેવભાઈ મોઢવાડીયાના મો. ૯૮૨૫૨ ૧૦૧૩૭, ધર્મેશભાઇ પરમાર, સાગરપુત્ર સમન્વય હરજીવનભાઇ કોટીયાના મો. ૯૮૨૫૪ ૯૨૮૦૫, લીલાબેન મોતીવરસ અને પાયોનિયર કલબના ઉમાબેન ખોરાવા, દીપાબેન ચાવડા, ક્રિષ્નાબેન ઠાકરનો સંપર્ક સાધવા આયોજક પ્રવિણભાઇ ખોરાવા તથા રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.