શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાનાં ગરમ હિટ વેવ વચ્ચે ગરીબોને ચંપલ વિતરણ - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાનાં ગરમ હિટ વેવ વચ્ચે ગરીબોને ચંપલ વિતરણ


શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાનાં ગરમ હિટ વેવ વચ્ચે ગરીબોને ચંપલ વિતરણ

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રીમુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ઉનાળાની કાળજાળ ગરમીમાં દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદ ને ઉગાડા પગે ચાલવુ ન પડે એવા શુભ ઉદ્દેશથી શ્રીલોયાધામ પરિવારના પરમભકતશ્રી બાબુભાઈ લવજીભાઈ પટેલ તથા તેમના સમસ્ત પરિવારના યજમાન પદે દરિદ્રનારાયણની સેવારૂપે ચંપલ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
તારીખ 17 મે અને 18 મે ના રોજ સતત બે દિવસ સુધી ગ્રીષ્મઋતુનાં ધોમધખતા તાપમાં કોઠારીશ્રી પૂજ્ય સર્જુવલ્લભસ્વામી તથા પૂજય અદભૂતવલ્લભસ્વામી વગેરે લોયાધામના સંતોએ ચુડા, રાણપુર , બાબરકોટ તથા બોટાદ વિસ્તારમાં વસતા ગરીબ તથા અનાથ પરિવારના ઘરે ઘેરે જઈને તેમના ઉગાડા પગને ચંપલ પહેરાવીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતુ. શ્રીકનુભાઈ ખાચર (બાબરકોટ) વગેરે લોયાધામના હરિભકતોની ટીમસેવાથી દરિદ્રનારાયણને ચંપલવિતરણનુ આ શુભકાર્ય સફળ બન્યું હતું. શ્રીલોયાધામ મંદિર શ્રીમુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેકા અનેક આવા નવીન સેવાકાર્યો કરીને "જનસેવા એ જ પ્રભુસેવા " એવુ આદર્શ સૂત્ર સાકાર કરી રહ્યું છે. આ કાર્ય ખૂબજ પ્રશંશનીય છે.
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.