બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ


(અસરફ જાંગડ દ્વારા)
વડાપ્રધાન દ્વારા પ્રેરિત ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત સમગ્ર રાજ્ય સાથે બોટાદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ થયો છે. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડિયા તેમજ ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સફાઈ રાખીને સ્વચ્છતામાં શ્રમદાન આપી રહ્યા છે તેમને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત આગેવાન દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું,કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન 100 કલાક સ્વચ્છતાની કામગીરીમાં અર્પણ કરશે તેવો નિર્ધાર લીધો હતો. કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ઉમરાળા ગ્રામ પંચાયતના ગ્રામવાસીઓને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.