વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ - At This Time

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ


વેરાવળ જાલેશ્વર મંદિર ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા મહાબીજ ના પાવન અવસરે વર્ષોની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ નાં અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર શ્રી રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ મહા આરતી કરાવવામાં આવી હતી ત્યારબાદ શ્રી સકતરાઈ માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ નાં અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ઉપ પેટલ બાબુભાઈ ત્રિકમભાઈ આગિયા ગોપાલભાઈ નથુભાઈ ફોફંડી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પૂર્વ પટેલ ત્રિકમભાઈ આગિયા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના મંત્રી નારણભાઈ બાડીયા લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તમામ બેઠકના પટેલ આગેવાનો શ્રીઓ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના ભાઈઓ બહેનો બોહળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધ્વજારોહણ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image