હળવદના નવા ઇસનપુર પાસે કોઝવેમાં વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું - At This Time

હળવદના નવા ઇસનપુર પાસે કોઝવેમાં વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું


હળવદ તાલુકામાં હવામાન વિભાગની આગાહીને આધારે વરસાદ પડી રહ્યો છે ત્યારેહળવદ તાલુકાના નવા ઇસનપુર પાસે આવેલ કોઝેવેનો સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે કેડ સમાણા પાણીમાંથી વાહન ચાલકોને જીવના જોખમે રસ્તો ઓળંગવો પડે છે. તેમજ ઇસનપુર પાસે હોસ્પિટલ ન હોવાથી સ્થાનિકોને કોઝવે પરથી પસાર થઈને હોસ્પિટલે જવું પડે છે. તેમજ ચોમાસા દરમિયાન કોઝેવેમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા ગ્રામજનો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી કરવામાં આવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.