મગરના બચ્ચાનુ રેસ્કયુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાંથી પસાર થતી પાનમ નદી અને લુણાવાડા ગોધરા હાઇવે માર્ગ પરના પૂલ પર સાઈડમાં એક મગર નદીમાંથી બહાર આવી ગયો હતો. ત્યાંથી પસાર થતા લોકોમાં મગરને જોઈ કુતુહલ સર્જાયું હતું.ત્યાંથી પસાર થતાં લોકો મગરને જોઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ લુણાવાડા વન વિભાગના કર્મચારીઓ અને વન્ય પ્રેમી લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભગના કર્મચારીઓ નદીમાં નીચે ઉતરી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે નદીના પાણીમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.