વિસાવદર ના સિનિયર ભાજપ અગ્રણી અને સમાજસેવક રમણીકભાઈ દુધાત્રા તથા વિમળાબેન દૂધાત્રા દ્વારા લોકોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ સંપન્ન.
વિસાવદર ના સિનિયર ભાજપ અગ્રણી અને સમાજસેવક રમણીકભાઈ દુધાત્રા તથા વિમળાબેન દૂધાત્રા દ્વારા લોકોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ સંપન્ન.તાજેતરમાં જ વિસાવદર શહેર તેમજ સમગ્ર વિસાવદર તાલુકામાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વિસાવદર નગરપાલિકા માં છેલ્લી ઘણા વર્ષો થી થી સેવા બજાવતાં નગરપાલિકા વિસાવદર ના પૂર્વ કોર્પોરેટર,જુનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી તરીકે તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ ના વિવિધ સંગઠનો મા જોડાઈ હંમેશા સેવા અને સંગઠન સાથે જોડાયેલા એવાં લોકપ્રિય નેતા માનનીય રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિસાવદર લેઉવા પટેલ સમાજ ખાતે દુધાત્રા પરિવાર ના વડીલ વિનુભાઇ દુધાત્રા ના અધ્યક્ષ સ્થાને જેઓએ હર હંમેશ રમણીકભાઈ દુધાત્રા ને રાજકીય ક્ષેત્રે હંમેશા સહયોગ આપેલ એવા વિસાવદર જીવાપરા વોર્ડ નંબર ૫ ના મતદારો તેમજ વિસાવદર શહેરના વિવિધ સહયોગી ના આભાર વ્યક્ત કરતો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં રમણીકભાઈ દુધાત્રા એક ટર્મ સભ્ય ,શ્રીમતી વિમળાબેન દુધાત્રા દ્વારા સૌનો સહ્દય આભાર વ્યક્ત કરી હવે પછી ના સમયમાં કોઈ પ્રકારની ચૂંટણી નહિ લડવા અંગેની લોકો સમક્ષ જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમ ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ મહાનુભાવો દ્વારા પોતપોતાના પ્રાસંગિક ઉદબોધન મા રમણીકભાઈ દુધાત્રા ની રાજકીય સેવા પ્રતિભા તેમજ સમાજ સેવાઓ લાગણી સભર રીતે બિરદાવેલ. સામાજિક સેવા અંતર્ગત વિસાવદર શહેરની માનવસેવા સમિતિ, સરદાર પટેલ સેવા દળ, ગીર નેચર કલબ, રોટરી કોમ્યુનિટી કોપર્સ, સાંઈનાથ ક્રેડિટ કૉ. ઓપરેટિવ સોસાયટી, માધવ બેન્ક સહિતની વિવિધ સંસ્થાઓ ના માધ્યમે હરહંમેશ તન, મન અને ધનથી સેવા આપે છે આવી પ્રસંશનીય કામગીરી ના માધ્યમે આજે રમણીકભાઈ દુધાત્રા તેમજ તેમના જીવનસાથી શ્રીમતી વિમળાબેન રમણીકભાઈ દુધાત્રા સૌના પ્રિતિ પાત્ર બન્યા છે આજના આ રૂડાં અવસરે વિસાવદર ભેસાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્યો માન. હર્ષદભાઈ રીબડીયા, ભૂપતભાઇ ભાયાણી, જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્યો, શ્રીમતિ ચંદ્રિકાબેન કરશનભાઈ વાડોદરિયા, વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી,વિસાવદર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભરતભાઈ કોટડીયા વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા વિસાવદર સાંઈનાથ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી ના ચેરમેન ગિજુભાઈ વિકમા, વિસાવદર સિનિયર સિટીઝન મંડળનાં પ્રમુખ વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સરધારા, ભાજપ અગ્રણી તેમજ વિસાવદર સિનિયર એડવોકેટ ભાસ્કરભાઈ જોશી, વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનિષભાઈ રીબડીયા, કૌશિકભાઇ વાધેલા,નગર પાલિકા પૂર્વ કોર્પોરેટર કેયુરભાઈ અભાણી, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયા, એડવોકેટ નયનભાઈ જોશી, સિરાજભાઈ માડકીયા, નિતેશભાઈ દવે, અબુલીભાઈ હીરાણી, જેવિન ચૌહાણ, ઈલ્યાસભાઈ ભારમલ, સુરેશભાઈ સાદ્રાણી, ચંદ્રકાન્તભાઈ ખુહા,કૌશિકપરી ગોસ્વામી, આસિફ કાદરી,મુકેશ રિબડીયા ,રામશંકરભાઈ મહેતા, ચંદુભાઈ ભટ્ટી , ઉદયભાઈ મહેતા, સહિતના મહાનુભાવો, પત્રકારો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. સમારોહ નું શાબ્દિક સ્વાગત બ્રિજેશ દુધાત્રા તેમજ સમારોહ નું સફળ સંચાલન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.