બાલાસિનોર એસટી ડેપો દ્વારા વિરપુર ગઢડા રૂટની નવી બસને ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો
ગુજરાત સરકારનું એસ.ટી નિગમ મુસાફર જનતાની સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા નવા રૂટને મંજૂરી આપી સુવિધા પુરું પાડી રહ્યું છે. સરકારના આ અભિગમનો લાભ મળે તે માટે મહિસાગર જીલ્લાના વિરપુર પંથકના લોકોને એક નવી બસ સુવિધા પ્રાપ્ત થઈ છે બાલાસિનોર ડેપો સંચાલિત વિરપુર તાલુકાને ગઢડા, સાળંગપુર રૂટની નવી બસ ફાળવવામાં આવી છે જેનું ૧૨૧ વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને મહિસાગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લના
હસ્તે લીલીઝંડી બતાવી નવી બસનો પ્રારંભ કરાયો હતો. આ એસ ટી બસ સેવા વિરપુર બસ સ્ટેન્ડથી બપોરના ૨ કલાકે ઉપડશે જેમાં બાલાસિનોર, કઠલાલ,નડિયાદ,ધોડકા,બગોદરા, ધંધુકા,સાળંગપુર, ગઢડા રૂટ પરથી પસાર થઈ રાત્રીના નવ વાગ્યે સાળંગપુર પહોચશે જેમાં વિરપુર તાલુકાના સહિતના પંથકનાં લોકોના મુસાફરોને લાભ મળશે આ બસ શરૂ કરવા માટે સ્થાનીકોની એક વર્ષથી માંગ હતી જેને લઈને બાલાસિનોર ડેપો દ્વારા નવીન બસ આપતા [ગઢડા સાળંગપુર જેવા પવિત્ર મંદિરોના દર્શનાર્થે જતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં બાલાસિનોર વિરપુર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહિસાગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ,- વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખીલપટેલ,ભાજપ 1 અગ્રણી ઉદેસિંહ ચૌહાણ, બાલાસિનોર ડેપોએટીઆઈ યુસુફ શેખ, વીરપુર ટી. સીઅજીતસિંહ સોલંકી,
સહિતના ભાજપના કાર્યકર્તાઓ સહિતના આગેવાનો " અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન બસ લીલી - ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું.. વિરપુર થી ટાઈમ દિવસે ૦૨:૦૦ ઉપડશે રૂટ આ મુજબ, વિરપુર,દેવ, બાલાસિનોર, કઠલાલ, મહુધા, નડિયાદ, ખેડા, ધોળકા, અરણેજ, ધંધુકા, બરવાળા, સારંગપુર, બોટાદ, ગઢડા ૦૯:૦૦ પહોંચશે ✓ગઢડા થી બસ ઉપડશે સવારે ૦૬:૦૦ વિરપુર દિવસે ૦૧:૩૦ આવશે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.