પ્રેમીપંખીડાએ ઝેરી ટિકડા ખાધા:યુવતીનું મોત
રાજકોટના આજીડેમ નજીક કાળીપાટ ગામે રહેતા પ્રેમીપંખિડાએ સાથ જીયેગેં અને સાથ મરેગેંના કોલ સાથે ગામની વીડીમાં ઝેરી ટીકડા ખાઈ સજોડે આપઘાતનો પ્રયાસ કરતા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તરૂણીનું મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે યુવકની સારવાર શરૂ કરાઈ હતી.તરૂણીના પરીવારજનો બન્નેના પ્રેમસંબંધના વિરૂદ્ધ હોય લાગી આવતા આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ,કાળીપાટ ગામે રહેતો અને મજુરી કામ કરતો રવિ ધીરૂભાઈ મકવાણા નામના 19 વર્ષીય યુવકને તેના જ ગામમાં રહેતી 17 વર્ષની કિશોરી સંજના સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.બંને એક બીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતા.પરંતુ આ સબંધ મામલે કિશો2ીના પરીવારજનો બન્નેની વિરૂદ્ધમાં હોય ગઈકાલે તરૂણી રવિના ઘરે પહોંચી હતી.ત્યારબાદ તેણે હવે મરી જવું છે તેમ કહેતા રવિએ પણ આપણે મરી જઈએ તેમ કહી બન્ને ઘરેથી નીકળી ગયા બાદ થોડે દૂર ગામની હોટેલ પર ઝેરી ટીકડા ખાઈ કાળીપાટ ગામની વીડીમાં પહોંચ્યા હતા.
જ્યાં રવિએ તેના મિત્રને ફોન કરી બન્નેએ ઝેરી દવા પી લીધું હોવાનું જણાવ્યું હતું.આ પગલું ભરી લીધાની જાણ કરતાં જ તેના મિત્ર સહિતના પરીચીતો ત્યાં પહોંચ્યા હતા.બાદમાં બન્નેને તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જ્યાં કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસના પીએસઆઈ આર.વી.કડછાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં સંજના અને રવિ છેલ્લા સાત વર્ષથી એકબીજાના પ્રેમમાં ડ્ઢહોવાનું અને પરિવારજનો આ સંબંધને નહીં સ્વીકારે માટે સજોડે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.