નાના પ્લાન મંજૂર કરાવવા હવે લોકોએ સિટી એન્જિનિયર પાસે જવાનું રહેશે! - At This Time

નાના પ્લાન મંજૂર કરાવવા હવે લોકોએ સિટી એન્જિનિયર પાસે જવાનું રહેશે!


25 મીટરથી વધુ ઊંચી બિલ્ડિંગની જવાબદારી ટાઉન પ્લાનરને અપાઈ

મ્યુનિ. કમિશનરે બદલીઓના ઘાણવાની સાથે ટી.પી. અને ટી.ડી. બે શાખા બનાવી પણ વડા ટી.પી.ઓ. જ​​​​​​​

રાજકોટ મહાનગરપાલિકાની ભ્રષ્ટ ટી.પી. શાખામાં બદલીનો ઘાણવો કાઢ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ કામગીરીની નવી પદ્ધતિ અમલી બનાવીને ધરમૂળથી વહીવટી ફેરફાર કરી નાખ્યા છે અને ટી.પી. શાખાના કટકા કરી બે ભાગમાં વહેંચી દીધી છે.

ટી.પી. શાખાના હવે બે ભાગ પડાયા છે એક ભાગ સેન્ટ્રલ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને બીજો ભાગ સેન્ટ્રલ ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જોકે બંને શાખાના વડા તરીકે ટીપીઓ જ કામ કરશે. ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ટી.પી. સ્કીમોને લગતી હશે અને તેની જવાબદારી ટી.પી.ઓ.ની હશે. જ્યારે ટાઉન ડેવલપમેન્ટ વિભાગમાં બાંધકામ પ્લાન મંજૂરી, ઈમ્પેક્ટ ફી જેવી કામગીરી રહેશે. તેમાં વળી આ બાંધકામ પ્લાન મંજૂરી માટે એટીપીઓએ જે તે ઝોનના સિટી એન્જિનિયરના તાબા હેઠળ કામ કરવાનું. જો બાંધકામ પ્લાન 25 મીટરથી વધુ ઊંચાઈની બિલ્ડિંગનો હશે તો જ તે મંજૂરીની ફાઈલ ટી.પી.ઓ. પાસે જશે અને તે મ્યુનિસિપલ કમિશનરના પરામર્શ સાથે આગળ વધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.