ૐ ગો સેવા પૂર્વ કચ્છ અને નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન
ૐ ગો સેવા પૂર્વ કચ્છ અને નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન
કચ્છ અંજાર ૐ ગો સેવા પૂર્વ કચ્છ અને નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન થયું છે. આ વર્ગમાં ગૌમાતાનાં પંચગવ્યથી કેવા ઉત્પાદનો મેળવી શકાય છે તેનું સંપૂર્ણ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ વર્ગમાં પુર્ણ સમય રહેવું ફરજીયાત છે, ચાલુ વર્ગમાં ફોન બંધ રહેશે, આપેલ દિનચર્યા પ્રમાણે સમયસર સત્રમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે, ભોજન બનાવવામાં એલ્યુમિનિયમ નિષેધ છે અને ગાયનાં જ ઘી, દૂધ, છાશનો ઉપયોગ કરવામાં આવશે, ગોબર ઉત્પાદનો માટે મશીન,મોલ્ડ, મટીરીયલ, પ્રિમિક્સ ની માહિતી આપવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આ વર્ગમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વર્ગમાં બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર અને પિડાન્તક તેલ, ધુપ બતી, દંતમંજન, ગણેશજી, રાખડી, મોબાઈલ ચીપ્સ, દિપક, કિચન જેવી 8 પ્રોડક્ટસની પંચગવ્ય ઉત્પાદનની કીટ આપવામાં આવશે. ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’ ની ફી રૂ. 1000 છે. જેમાં રહેવા અને જમવાની વ્યવસ્થા પણ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે આ વર્ગમાં જોડાય શકે છે. વર્ગમાં ભાગ લેવા માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર મેઘજીભાઈ હિરાણી (મો. 094280 81175) પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ પ્રશિક્ષણ વર્ગ ‘નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર’, નાની નાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત ખાતે તા. 17 જૂન, 2023, શનિવારે સવારે 8 વાગ્યાથી શરુ કરીને 18 જૂન, 2023, રવિવારે સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.