નવો ટ્રેન્ડ:ચીનમાં 40%થી વધુ છૂટાછેડા લીધેલા વૃદ્ધોમાં ફરી એકવાર લગ્નનો ક્રેઝ, તેઓ ડેટિંગ એપનો પણ ઉપયોગ કરી રહ્યા છે
દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ
ચીનમાં એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે જેમાં છૂટાછેડા લીધેલા વૃદ્ધો લગ્ન કરવા ઈચ્છે છે. આ ટ્રેન્ડ સમાજમાં એક મોટા પરિવર્તનને દર્શાવે છે, જ્યાં પહેલાં છૂટાછેડાને નકારાત્મક દૃષ્ટિએ જોવાતા હતા. હવે, વધુમાં વધુ લોકો છૂટાછેડા પછી પણ પોતાના જીવનમાં નવા સંબંધોને શોધી રહ્યા છે, વિશેષ રીતે એવા લોકો જે વૃદ્ધાવસ્થામાં છે. છૂટાછેડા લીધેલા વૃદ્ધોમાં 40%થી વધુ લોકો ફરી ઘર વસાવવાની તૈયારીમાં છે. આ વધતાં ટ્રેન્ડથી ન માત્ર સામાજિક માળખામાં ફેરફાર થયો, પણ પારંપરિક ધારણાઓને પણ પડકારી છે. પહેલાં, છૂટાછેડા લીધેલા વૃદ્ધોને સમાજમાં અલગ સમજવામાં આવતા હતા, પણ હવે આ લોકો તેમના જીવનમાં નવી શરૂઆત કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2000માં છૂટાછેડાનો દર પ્રતિ હજાર લોકો પર 0.96થી વધીને હવે 3.10 થયો છે. ગ્રામીણ વિસ્તારોની સામાજિક સંરચના વધુ પારંપરિક હોવા છતાં અહીં છૂટાછેડા અને ફરીવાર લગ્નનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ગામડાંઓમાં છૂડાછેડાને હંમેશા નકારાત્મક રીતે જોવામાં આવે છે. પણ સમય સાથે, વૃદ્ધોના આ નવી વિચારસરણીએ સમાજને પણ બદલવા પર મજબૂર કર્યો છે. ગ્રામીણ સમાજમાં છૂટાછેડા પછી બીજાં લગ્નની સ્વીકૃતિ ધીરે-ધીરે વધી રહી છે.
વૃદ્ધોના ફરીવાર લગ્ન પાછળ આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારી મહત્ત્વનું કારણ છે. વૃદ્ધો હવે તેના પાર્ટનરને શોધવા માટે પારંપરિક રીતો ઉપરાંત ડેટિંગ એપ્સનો પણ ઉપયોગ કરે છે. 61 વર્ષના શ્યોંગ અનુસાર, તેમણે ડેટિંગ એપ અને સોશિયલ મીડિયા મારફતે તેના પાર્ટનરની શોધ કરી. તે કહે છે વૃદ્ધોનો ફરી લગ્ન કરવાનો ટ્રેન્ડ ન માત્ર વ્યક્તિગત જીવનમાં ખુશી પરત લાવે છે, પણ સમાજમાં પણ સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. હવે, લોકો તેને જીવનની બીજી તક માને છે અને વૃદ્ધોને તેમના જીવનમાં નવી શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સોશિયલ મીડિયાની પહોંચ વૃદ્ધોમાં બીજા લગ્નનું મોટું કારણ
રિપોર્ટ અનુસાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રસારે ગ્રામીણ વૃદ્ધોને પણ નવા વિચારો અને નવી જીવનશૈલીથી પરિચિત કર્યા છે. જેથી વૃદ્ધ તેના પારંપરિક વિચારને બદલી બીજાં લગ્ન માટે તૈયાર થઈ રહ્યા છે. છૂટાછેડા પછી એકલતા દૂર કરવા માટે વૃદ્ધ લોકો ઓનલાઈન માધ્યમોની મદદ લઈ રહ્યા છે. તેનાથી તેમના જીવનમાં ખુશી અને સ્થિરતા પરત ફરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.