ગુજરાત સહિતના રાજ્યોમાં 4,000થી વધુ પ્રતિબંધિત ચાકુઓની ઓનલાઈન ખરીદી, પોલીસ એલર્ટ - At This Time

ગુજરાત સહિતના રાજ્યોમાં 4,000થી વધુ પ્રતિબંધિત ચાકુઓની ઓનલાઈન ખરીદી, પોલીસ એલર્ટ


- આરોપીએ ચીનથી 19,000 જેટલા પ્રતિબંધિત ચાકુઓ 'કિચન નાઈફ' ગણાવીને ભારતમાં ઘૂસાડ્યાનવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવારઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીની ધોળા દિવસે ગળું કાપીને હત્યા અને ત્યાર બાદ અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના કેમિસ્ટની હત્યા બાદ દેશમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ પ્રવર્ત્યો છે. તે સિવાય પણ હત્યાની અનેક ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે દિલ્હી પોલીસે પ્રતિબંધિત ચાકુઓના ઓનલાઈન ખરીદ-વેચાણ મામલે તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસે ચાઈનીઝ ચાકુઓના ઓનલાઈન ખરીદ-વેચાણ મામલે ભારે મોટા ખુલાસાઓ કર્યા છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે ઓનલાઈન ઓર્ડર પર હૈદરાબાદથી ગુજરાત સુધી 4-5 હજાર પ્રતિબંધિત ચાકુઓનું વેચાણ થયું છે.ચીનથી 19,000 ચાકુ મંગાવાયાતાજેતરમાં દિલ્હી પોલીસને કુરિયર બોયની ગાડીમાંથી પડી ગયેલું એક લાવારિસ બેગ મળી આવ્યું હતું. તે બેગમાંથી પોલીસને અનેક ડઝન ચાકુઓ મળી આવ્યા હતા અને ત્યાર બાદ ચાકુઓના ખરીદ-વેચાણની સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. ઈ-કોમર્સ સાઈટ પાસે ખરીદારોની યાદી મંગાવાઈ પોલીસે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ તથા મીશોને નોટિસ પાઠવીને આ પ્રકારના પ્રતિબંધિત ચાકુ ખરીદનારા તમામ લોકોના નામની યાદી, તેમના સરનામા તથા ફોન નંબરની માંગણી કરી છે જેથી આગળની તપાસ કરી શકાય. આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુજરાતના વસીમ તથા હૈદરાબાદના નદીમ નામના યુવકોએ એકસાથે અનેક ચાકુઓનો ભારે મોટો ઓર્ડર આપ્યો હતો. આ કારણે પોલીસ તે બંને શખ્સને શોધવા લાગી છે જેથી ચાકુઓનો આટલો મોટો જથ્થો મંગાવવા પાછળનો ઉદ્દેશ્ય જાણી શકાય. આ રીતે ચાલતી હતી સિન્ડિકેટમયંક નામના આરોપીએ અત્યાર સુધીમાં 19,000 જેટલા ચાકુઓ ચીનથી મંગાવ્યા હતા. તેણે કિચન નાઈફ ગણાવીને પ્રતિબંધિત ચાકુઓ ભારતમાં ઘૂસાડ્યા હતા અને કસ્ટમ ડ્યુટી પણ ભરી હતી. મયંક તે ચાકુઓને આશીષ ચાવલા સુધી પહોંચાડતો હતો અને આશીષ પાસેથી તે ચાકુઓ યૂસુફ સુધી પહોંચતા હતા. યુસુફ તે ચાકુઓનું પેકિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. પોલીસે અત્યાર સુધીમાં 14,000 જેટલા ચાકુઓનો જથ્થો જપ્ત કર્યો છે. આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનોદિલ્હી પોલીસને એવી આશંકા છે કે, દેશમાં તાજેતરના સમયમાં જે પ્રકારની ઘટનાઓ બની તેમાં આ ચાકુઓનો ઉપયોગ થયો હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ચાકુઓ પ્રતિબંધિત ગણાય છે અને તે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો બને છે. દેશમાં 7.62 ઈંચની બ્લેડ હાઈટ ધરાવતા તથા 1.72 સેમીથી પહોળા ચાકુઓનું વેચાણ પ્રતિબંધિત છે. આ પ્રકારના ચાકુઓના ખરીદ-વેચાણ મામલે આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ થઈ શકે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.