ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આણંદ ના ખેડાના સારસા ગામની તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ કરી
આણંદ જિલ્લાના સારસા ગામની મુલાકાત બાદ પરત ફરતા ખેડા તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ કરી ત્યાં પોતાના કામકાજ માટે આવેલા નાગરિકો સાથે વાતચીત કરીને વહીવટીતંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા ,કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા તથા કચેરીઓની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ બાબતે વહીવટીતંત્રને જરૂરી સૂચનો કર્યા. સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને નાગરિકોની અનુકુળતાને ધ્યાને રાખીને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે તે માટેની સૂચનાઓ આપી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.