સ્તનપાન કર્યા બાદ દોઢ મહિનાની બાળકી બેભાન થઈ ગઈ: મોત
મવડીના રંગોલી પાર્કમાં એક કરૂણ બનાવ સામે આવ્યો હતો. દોઢ માસની બાળકી એ સ્તનપાન કર્યા બાદ શ્ર્વાસ રૂંધાતા બેભાન થઈ હતી. દરમ્યાન જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી જતા પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં રંગોલીપાર્ક બ્લોક નં.સી-5માં રહેતા અલ્પેશભાઈ વિરડીયાને સંતાનમાં બે પુત્રી છે. તેમાં દોઢ માસની નાની પુત્રી સનવીને ગઈકાલે સાંજના સમયે તેમની માતા સ્તનપાન કરાવતી હતી. તે વેળાએ માતાને ઝોકુ આવી જતા બાળકીના શ્ર્વાસ રૂંધાયા હતા અને તે બેભાન થઈ ગઈ હતી.બાદમાં માતાએ પુત્રીને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે બેભાન હાલતમાં હોવાની જાણ થતા તાત્કાલીક પરિવારજનોએ તેમને સારવાર અર્થે જનાના હોસ્પીટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.
બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના હડકોન્સ. ભગીરથસિંહ ખેર દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક બાળકીના પિતા મજુરીકામ કરે છે. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.