ASIએ પોસ્ટ મૂકી ‘એક નેતા બદલીની ધમકી આપે છે’, નેતાના બનેવીને ત્યાં રેડ કરતા ધમકીનો આક્ષેપ
કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ ઝાલાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું હતું કે, એક રાજકીય નેતા બદલીની ધમકી આપે છે, આ પોસ્ટે પોલીસબેડા અને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી હતી. કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી તેમાં લખ્યું હતું કે, ‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે,વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝુકેગા નહી સાલા, મારો વાંક એટલો જ હતો કે, તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, લુખ્ખો સાલો, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, કેમ કે હું લડીશ ઝુકીશ નહી, હું ઝુકીશ નહી’.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.