લાઠી ઝરખીયા આરોગ્ય કેન્દ્ર માં રાષ્ટ્રીય ટીમ દ્વારા ગુણવત્તા માપદંડ નું મૂલ્યાંકન
લાઠી ઝરખીયા આરોગ્ય કેન્દ્ર માં રાષ્ટ્રીય ટીમ દ્વારા ગુણવત્તા માપદંડ નું મૂલ્યાંકન
રાજયમાં તમામ જાહેર આરોગ્ય સંસ્થા ઓ માં ઓપીડી, ઇન્ડોર, સગર્ભા - પ્રસૂતિ ની સેવાઓ, લેબોરેટરી સુવિધાઓ, રાષ્ટ્રીય કાર્યક્રમો નું અમલીકરણ અને માળખાગત સુવિધાઓ વગેરે વિભાગો માં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ, ચેપ નિયંત્રણ, દર્દીઓ ને સંતોષકારક સારવાર અને તેના હિતો નું રક્ષણ તેમજ સમયાંતરે સુવિધાઓ માં વૃદ્ધિ જેવા વિવિધ સ્વાસ્થ્યલક્ષી હેતુઓમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર આપી આપી સન્માનિત કરવામા આવે છે. જેમાં આરોગ્ય સંસ્થામાં રાષ્ટ્રીય ગુણવત્તા ના તમામ માપદંડો નું મૂલ્યાંકન કરવા માં આવે છે. જે અંતર્ગત લાઠી તાલુકાના ઝરખીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિલ્હી થી આવેલા રાષ્ટ્રીય ટીમ ના અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન ની કામગીરી ચાલી રહી છે જે ૧૦ તારીખ ના રોજ પૂર્ણ થનાર છે. ડો. રશ્મિકાંત જોશી અને ડો. રાધાકૃષ્ણ જાટ ના નેતૃત્વ માં ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. ઉર્વિશા મુલાણી, ડો. શીતલ રાઠોડ અને આરોગ્ય કેન્દ્ર નો તમામ સ્ટાફ છેલ્લા છ માસ થી તેની તૈયારી કરી રહેલ છે. ડો. મુકેશ સીંગ, ડો. સાગર પરવડિયા, ડો. રોહિત ગોહિલ, ડો. હરિવદન પરમાર દ્વારા આરોગ્ય કેન્દ્ર ની તમામ માળખાગત સુવિધાઓ, આધુનિક ઉપકરણો નું વ્યવસ્થાપન, સ્ટાફ ની તાલીમ અને કચેરી ની વહીવટી કામગીરી ના નિયમન વગેરે કામગીરી સુચારુ રૂપે પૂરી કરેલ છે. આરોગ્ય સંસ્થા ના મૂલ્યાંકન દરમિયાન રાષ્ટ્રીય ટીમ દ્વારા દરેક વિભાગ ની માપદંડ મુજબ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી તેને વધુ સુદ્રઢ બનાવવા માટે ના ઉપયોગી સૂચનો પણ કર્યા હતા. તેમજ જન આરોગ્ય ની સુખાકારી માટે આરોગ્ય કેન્દ્ર માં સુવિધાઓ નો વ્યાપ વધારવા માટે સતત પ્રયત્નશીલ કર્મચારીઓ ની પ્રશંસા પણ કરી હતી. લાઠી તાલુકા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ જહેમત ઊઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.