રાજકીય પક્ષો રાષ્ટ્રહિતમાં કામ કરે : વિદાય સમારંભમાં રામનાથ કોવિંદની સલાહ
નવી દિલ્હી, તા.૨૩વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે નાગરિકોને વિરોધ વ્યક્ત કરવા અને પોતાની માગોને આગળ વધારવા માટે ગાંધીવાદી રીત અપનાવવા અપીલ કરી હતી. તેમણે રાજકીય પક્ષોને પક્ષીય રાજકારણમાંથી ઊપર ઉઠી રાષ્ટ્રહિતમાં લોકોના કલ્યાણ માટે કામ કરવા જરૂરી બાબતો પર ગંભીરતાપૂર્વક વિચાર કરવા આહ્વાન કર્યું હતું. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના વિદાય ભાષણમાં કોવિંદે સાંસદોને કહ્યું ભારતીય સંસદીય વ્યવસ્થાની સરખામણી એક મોટા પરિવાર સાથે કરી શકાય. બધા પારિવારિક મતભેદોનો ઉકેલ લાવવા માટે શાંતિ, સદ્ભાવન અને સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, વિરોધ વ્યક્ત કરવા અને પોતાની માગોના સમર્થનમાં દબાણ ઊભું કરવાનો નાગરિકોએ બંધારણીય અધિકાર છે, પરંતુ તેમણે ગાંધીવાદી રીતો અપનાવીને પોતાના અધિકારોનો શાંતિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.