પતંગ રસિયાઓની મોજને કારણે પોરબંદરમાં દેશી-વિદેશી પક્ષીઓની હાલત બની દયનીય
પોરબંદરમાં મકરસંક્રાંતિના પર્વ દરમિયાન હજારોની સંખ્યામાં પતંગ ઉડાડવામાં આવે છે અને દર વર્ષે વન વિભાગ સહિત વહીવટી તંત્ર અને પર્યાવરણ તથા પ્રકૃતિ બચાવવા માટે તેમજ પક્ષીઓના જીવ બચાવવા માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા લોકોને પક્ષીઓ ઈજાગ્રસ્ત બને નહી તે માટે અપીલ કરવામાં આવતી હોય છે અને પતંગ સાવચેતીપુર્વક ચગાવવા માટે જણાવવામાં આવતું હોય છે પરંતુ તેમ છતાં દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ પતંગની કાતિલ દોરીનો ભોગ બનીને ઇજાગ્રસ્ત બને છે હાલમાં પોરબદરના પક્ષી અભયારણ્ય ખાતે આ પ્રકારના ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓ દયનીય સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. પાંખો કપાઈ ગઈ હોવાથી તેઓ ફરીથી તેમના વતન સુધી ઉડીને જઈ શકતા નથી તેના કારણે ના છુટકે પોરબંદરના આજીવન મહેમાન બનીને રહેવું પડે છે અને ખુબ જ ઠંડીમાં રહેવા ટેવાયેલા આવા પક્ષીઓને ગરમીમાં પણ દિવસો પસાર કરવા પડે છે આવતા વર્ષે મકરસંક્રાંતિ પર્વે ફરીથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહી તે માટે વધુ લોકજાગૃતિ જરૂરી બની છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.