શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઘનશ્યામભાઈ શંકર દ્વારા આયોજિત મહાકુંભ સ્નાન અને મહાયાત્રાનું આયોજન - At This Time

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઘનશ્યામભાઈ શંકર દ્વારા આયોજિત મહાકુંભ સ્નાન અને મહાયાત્રાનું આયોજન


શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઘનશ્યામભાઈ શંકર દ્વારા આયોજિત મહાકુંભ સ્નાન અને મહાયાત્રાનું આયોજન

લાઠી શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘનશ્યામભાઈ શંકર દ્વારા આયોજિત મહાકુંભ સ્નાન અને મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લાઠીથી સ્પેશ્યલ સ્લીપરકોચ લકઝરી બસ દ્વારા યાત્રીઓને લાઠીથી ઉજજૈન, ચિત્રકુટ, પ્રયાગરાજ, બનારસ, કાશી, અયોધ્યા, છપૈયા, ઓમકારેશ્વર અને ડાકોર જેવા પ્રાચીન તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવી..
૯- દિવસની આ મહાયાત્રામાં યાત્રિકોને વિવિધ તીર્થધામોમાં દેવદર્શનનો લ્હાવો મળ્યો અને બધાજ યાત્રિકો સુખરૂપ યાત્રા કરી લાઠી પરત આવ્યા છે.
મહાકુંભ નિમિત્તે લાઠીના ગાગડીયા નદીના નિર સાથે લઈ જઈને પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરવામાં આવ્યા અને ત્રિવેણી સંગમનું જળ લાવીને લાઠીના ગાગડીયા નદીમાં વિસર્જિત કરીને લાઠીની જનતાની સુખાકારીની સુંદર ભાવના ભાવવામાં આવી છે..
૧૪૪- વર્ષે બનતા સુભગ નક્ષત્ર યોગમાં પ્રયાગરાજમાં મહાકુંભ ભરાય છે આ કુંભમેળામાં ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથજી એ અંગત રસ લઈને યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થા કરાવી હતી અને ૫૫ કરોડ આસપાસ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ડુબકી લગાવી મહાસ્નાન કર્યુ હતુ..
આ મહાકુંભ સનાતની પરંપરા અને હિંદુ સમાજના ઉત્કર્ષ માટે નિમિત્ત બન્યો છે, વિવિધ ભાષા, પ્રાંત, સંપ્રદાય, માં વહેંચાયેલા હિંદુ સમાજને એક કરવાનું મોટુ ભગીરથ કાર્ય મહાકુંભ દ્વારા થયુ છે...
હિંદુ ધર્મમાં દેહશુદ્ધિ થી આત્મશુદ્ધિની સુંદર ભાવના એ કુંભ સ્નાન સાથે જોડાયેલી છે, ગંગા સ્નાન એ પાપ ધોવા માટે જ નથી પણ પૂણ્ય ઉપાર્જન માટે પણ છે...
લાઠીના રાજવી કવિ કલાપીએ લખ્યું છે.
દેખી બુરાઈ ના ડરુ હું શી ફિકર છે પાપની, ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની..
મહાકુંભ સ્નાન માટે બહુ મોટા ભાગ્ય હોવા જોઈએ, સાત પેઢીના પિતૃઓના આત્મ કલ્યાણ માટે ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને સ્નાન કરવું સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરવું અને આવનારી નવી સાત પેઢીના કલ્યાણ માટે પ્રાર્થના કરવી એ સરળ રીત અને ક્રિયાઓ સર્વ યાત્રાળુઓએ કરી સનાતન ધર્મની ચેતનાનો બહુ મોટો વિસ્તાર મહાકુંભ થી થશે એવો મારો અંગત મત છે.સમગ્ર મહાયાત્રાના મનોરથી અને શંકર પરિવારના મોભી શ્રી માવજીભાઈ અને માતૃશ્રી પુરીબાને વંદન તેમના પરિવારને ખૂબ ધન્યવાદ મહાયાત્રાના ઓયોજનથી લઈને સુખપુર પૂરી કરાવનાર શ્રી એલ.બી. ધોળીયા અને શ્રી મહેશ માલવિયા તેમજ સાધક આત્મા એવા શ્રી દિનેશભાઈ દેસાઈએ ખૂબ સરસ માર્ગદર્શન કરીને સમગ્ર યાત્રા તમામ યાત્રિકોને સુખરૂપ પૂર્ણ કરાવી એ માટે તેમને ખૂબ ધન્યવાદ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image