બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠક મળી
બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠક મળી
કલેક્ટરએ સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો: જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીઓને ફરજની સોંપણી
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે અનેક સમિતીઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરએ આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીઓને ફરજની સોંપણી કરવામાં આવી હતી.
ઉક્ત બેઠકમાં કલેક્ટરએ પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેડિકલની ટીમ, વાહન વ્યવહાર સહિતના મુદ્દાઓ વિશે જે-તે સમિતીના અધ્યક્ષઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી રીવ્યૂ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે, ત્યારે આયોજનને સુચારૂ પાર પાડવા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે
Report By Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.