બોટાદ શહેરમાં ફરી બાયોડીઝલ નું ભૂત ધુણ્યું: બોટાદ શહેરના તાજપર રોડ પરના ડેલામાં બાયોડીઝલ જથ્થા પર પોલીસે ત્રાટકી એકની અટકાયેત
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેરના તાજપર રોડ પર એક ડેલામાં ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ધમ ધમી રહ્યો છે તેવી પૂર્વ બાતમીએ બોટાદ પોલીસ ત્રાટકી બાયોડીઝલના બેરલ તેમજ પીકઅપ બોલેરો સાથે એક શખ્સની અટકાયેત કરી પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજપર રોડ પર આવેલ હરી દર્શન સોસાયટી ગ્રીન અર્થ સોલાર પાછળ આવેલ રફીકભાઈ મહમ્મદભાઈ વડીયાનો એક ડેલો ભાડે થી રાખી જેમાં જ્વનશીલ બાયોડીઝલનો વેપલો કરી રહ્યા છે તેવી પૂર્વ બાતમીએ બોટાદ પોલીસના સહદેવસિંહ ડોડીયા તેમજ જીતેન્દ્રભાઈ ગાબુ સહીતના એ રેડ કરતા સ્થળ પર થી બોલેરો પીકઅપ GJ.01BT. 9676 તેમજ ડીઝલ ભરવા માટેના પંપ, બેરલ સહીત 800 લીટર બાયોડીઝલ મળી કુલ 3,16,850 ના મુદામાલ સાથે અતિક રફીકભાઈ વડિયાની અટકાયેત કરી જેલ ના સળીયા પાછળ ધકેલ્યો હતો જયારે બોટાદ પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ ફતેસિંહ ડોડીયાએ અતિક રફીકભાઈ વડિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
