બોટાદ જિલ્લા પોલીસ ને કાયદો લાગુ નથી પડતો કાયદો ફક્ત સામાન્ય નગરજનો માટે જ છે - At This Time

બોટાદ જિલ્લા પોલીસ ને કાયદો લાગુ નથી પડતો કાયદો ફક્ત સામાન્ય નગરજનો માટે જ છે


(વનરાજભાઈ ધાધલ દ્વારા)
બોટાદ જિલ્લો તો બની ગયા ને આજે ઘણા વર્ષો પસાર થઈ ગયા જાણે જિલ્લા માં કાયદો સામાન્ય નાગરિકો માટે જ હોય તેવું લોક મુખે ચર્ચા શહેર માં થાય છે આમ નગરજનો નંબર પ્લેટ વગર તેમજ બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈ ફરતા જો બોટાદ ટ્રાફિક પોલીસ ની ઝપટે ચડી જાય તો જાણે મોટો ગુનેગાર હોય તેમ તપાસ કરવામાં આવે છે અને ગાડી ડીટેન કરવામાં આવે છે અથવા મોટી રકમ નો દંડ ફટકરવાં માં આવે છે આ શહેર માં પોલીસ માં ફરજ બજાવતા LCB, , ડી સ્ટાફ, ટ્રાફિક શાખા, એકાઉન્ટ શાખા, વગેરે માં કર્મચારીઓ પોતાની ફોર વ્હીલ ગાડી માં નંબર પ્લેટ પણ ન હોય અને બ્લેક ફિલ્મ વાળી હોય અને ટુ વ્હીલર માં નંબર પ્લેટ નથી હોતી અથવા એપ્લાઈ રજીસ્ટર ની નંબર પ્લેટ લગાવી ફરે તો શું તેને કાયદો લાગુ નથી પડતો આ ગાડીઓ રોડ પર ફરતી હોય છતાં ટ્રાફિક પોલીસ કાયદાનો પાઠ ભણાવતી નથી અને આંખ આડા કાન કરી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.