નેપાળમાં કોરોના બાદ આ બીમારીએ કહેર મચાવ્યો, સ્ટ્રીટ ફૂડ પર પ્રતિબંધ મૂકાયો
કાઠમંડુ, તા. 29 જૂન 2022 બુધવારનેપાળે રાજધાનીમાં કોલેરાના પ્રસારને રોકવાની કવાયત હેઠળ કાઠમંડુ ખીણમાં રસ્તા પર ખાણી-પીણીનો સામાન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી દ્વારા સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય ત્યારે લેવાયો, જ્યારે વિસ્તારમાં રવિવાર બાદથી અત્યાર સુધી કોલેરાના 12 દર્દી સામે આવ્યા છે. શહેરમાં સ્ટ્રીટ ફૂડ વેચવા પર પ્રતિબંધમહાનગરના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ બલરાજ ત્રિપાઠીએ કહ્યુ, કાઠમંડુમાં કોલેરાના દર્દીઓની સંખ્યા વધવાના કારણે અમુક સમય માટે ખાદ્ય પદાર્થનુ વેચાણ અને વિતરણ પર રોક લગાવી દેવાઈ છે. કેએમસીએ આદેશનુ ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. લલિતપુરમાં પાણીપુરી વેચવા પર પ્રતિબંધગયા અઠવાડિયે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ મહાનગરમાં પાણીપુરીના વેચાણ અને વિતરણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે દાવો કર્યો કે પાણીપુરીમાં ઉપયોગ થનારા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળ્યા છે.સ્વચ્છતાનુ ધ્યાન રાખવાની અપીલકેએમસીએ ફૂડ કંટ્રોલને સમગ્ર શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજન સંબંધી સ્વચ્છતાની તપાસ કરવાની પણ વિનંતી કરી છે. કાઠમંડુમાં પાણીની પાઈપલાઈન અને ગટર વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવાની વિનંતી કરાઈ છે. કેએમસીએ શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રને ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ અને પાણીને શુદ્ધ કરનારી દવાઓની કોઈ પણ સંભવિત અછત સામે લડવા તૈયાર રહેવાના પણ આદેશ અપાયા છે.દૂષિત પાણીથી ફેલાય છે કોલેરાકોલેરા એક જીવાણુ રોગ છે જે સામાન્ય રીતે દૂષિત પાણી દ્વારા ફેલાય છે. આ બીમારીથી ગંભીર ડાયેરિયા અને ડી-હાઈડ્રેશન થાય છે. યોગ્ય સમયે સારવાર ન મળવાથી આ અમુક કલાકની અંદર જ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.