રાજુલા કુંભનાથ સુખનાથ હવન કમિટી દ્વારા હવન કરવાનો દિવસ થયો નક્કી - At This Time

રાજુલા કુંભનાથ સુખનાથ હવન કમિટી દ્વારા હવન કરવાનો દિવસ થયો નક્કી


રાજુલા કુંભનાથ સુખનાથ હવન કમિટી દ્વારા હવન કરવાનો દિવસ થયો નક્કી

રાજુલા ગામ સમસ્ત મહાજન સંચાલિત શ્રી કુંભનાથ સુખનાથ હવન કમિટી રાજુલા દ્વારા વર્ષોની પરંપરા મુજબ રાજુલા તથા તાલુકા ક્ષેત્રમાં ખૂબ સારો વરસાદ થાય લોકોની સુખાકારી થાય ધન ધાન્યમાં વૃદ્ધિ થાય અને આ ક્ષેત્રમાં તમામ જ્ઞાતિ તમામ સમાજ પરસ્પર સંપ કરી આનંદથી રહે તેવા અનેક શુભ ધર્મ હેતુથી મહાદેવના સાનિધ્યમાં પરજન્ય હોમ એટલે કે (હવન કાર્યો )થાય છે જેમાં આ ક્ષેત્રના તમામ લોકો તન મન અને ધનથી સાથ સહકાર આપી રહી છે અને આપે છે આ અંગે ચાલુ વર્ષની હવન કાર્ય અંગે રાજુલા બકુલભાઈ વોરા ની દુકાને સૌ મહાજન કાર્યકર્તાઓ ભૂદેવો સહિત એક મીટીંગ મળેલી જેમાં સર્વા નું મતે ચાલુ વર્ષનો હવન શ્રી સુખનાથ મહાદેવ મંદિરે સવંત ૨૦૮૦ અષાઢ સુદ ૧૩ શુક્રવાર તારીખ ૧૯.૦૭.૨૦૨૪ ના રોજ નક્કી કરવામાં આવેલ છે આ મિટિંગમાં કમિટીના વ્યવસ્થાપકો ચેતનભાઇ ભટ્ટ નાથાભાઈ ગોર બળવંતભાઈ શાસ્ત્રી વિનુભાઈ મેવાડા સુરેશભાઈ તારપરા ખાગડભાઈ ભુપતભાઈ વિગેરે વ્યવસ્થાપકો આ મીટીંગમાં હાજર રહેલા આ હવન ના દિવસે રાજુલા શહેર ના તમામ ધંધાર્થીઓ વેપારીઓ સ્વૈચ્છિક પણે પોતાના ધંધાઓ બંધ રાખે છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.