દામનગર શહેર ને ક્યાં સુધી અન્યાય કરાશે ? ગ્રામ પંચાયત માંથી રૂપાંતર થઈ નગરપાલિકા થયા ને ૨૦ વર્ષ થવા છતાં કાયમી ચીફ ઓફિસર નથી
દામનગર શહેર ને ક્યાં સુધી અન્યાય કરાશે ?
ગ્રામ પંચાયત માંથી રૂપાંતર થઈ નગરપાલિકા થયા ને ૨૦ વર્ષ થવા છતાં કાયમી ચીફ ઓફિસર નથી
દામનગર ગ્રામ પંચાયત માંથી રૂપાંતર થઈ વર્ષ ૨૦૦૫ થી "ડ" વર્ગ ની નગરપાલિકા થઈ શહેરી વિકાસ વિભાગ નો દરજ્જો ધરાવતી કચેરી માં છેલ્લા ૧૯ વર્ષ થી સતત ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી ચલાવાય છે સ્થાનિક શહેરીજનો ના મહત્વ ના કામો દિવસો સુધી ટલ્લે ચડે છે સામાન્ય પ્રાથમિક સુવિધા ઓને લગતા ગ્રાઉન્ડ અભિપ્રાય દાખલા ઓ કે નીતિ વિષયક મંજૂરી ઓ મહત્વ માં કામો માટે દિવસો સુધી લબડવું પડે છે દામનગર શહેર ને કાયમી ચીફ ઓફિસર મળશે કે કેમ ? વર્ષ ૨૦૦૫ થી શહેરી વિકાસ વિભાગ ની કચેરી દામનગર "ડ" વર્ગ ની નગરપાલિકા માં સતત વર્ષો થી ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી ચાલતી હોવા થી સામાન્ય દબાણ રોડ રસ્તા ઓ કે પ્રાથમિક સુવિધા જેવા પ્રશ્ને ઇન્ચાર્જ હોવા થી કોઈ ન્યાય નિર્ણય થતો નથી શહેરીજનો નાની નાની સમસ્યા ઓના ઉકેલ માટે પણ લબડી પડે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.