ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ સંજય શાહને હાજર રહેવાનું ફરમાન - At This Time

ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ સંજય શાહને હાજર રહેવાનું ફરમાન


ગાંધીનગર મહાનગરપાલિકામાંતપાસ કમિટી દ્વારા શુક્રવારે જવાબ આપવા માટે નોટિસ ફટકારવામાં આવી ઃ કૌભાંડની વધુ વિગતો ખુલવાની શક્યતાગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્ટોર શાખાના અધિકારીએ મહિલા
કર્મચારી સાથે મળીને ખરીદી કૌભાંડ આચર્યું હતું જેના પગલે તાત્કાલિક અસરથી તેને
સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને તપાસ શરૃ કરવામાં આવી હતી ત્યારે આગામી
શુક્રવારે તપાસ કમિટી સમક્ષ હાજર રહેવા માટે અને પોતાનો જવાબ રજુ કરવા માટે નોટિસ
ફટકારવામાં આવી છે.રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા
કોર્પોરેટરોની ગ્રાન્ટ માટે ખરીદવામાં આવતી ચિજવસ્તુઓમાં ટેન્ડર કરીને કૌભાડ
આચરવાનો પ્લાન ખુદ સ્ટોર શાખાના અધિકારી સંજય શાહ અને તેની સાથી મહિલા કર્મચારીએ
ઘડયો હતો જો કે, કોર્પોરેશનના
પદાધિકારીના ધ્યાને આ મામલો આવ્યા બાદ તપાસ શરૃ કરવામાં આવી હતી અને આ અધિકારીએ
અગાઉ પણ ખરીદી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે મ્યુ. કમિશનર
દ્વારા સંજય શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને તેની સાથી મહિલા કર્મચારી
દ્વારા ઉભી કરવામાં આવેલી બે કંપનીના ૧.૬૫ કરોડના ટેન્ડર પણ નામંજુર કરવામાં આવ્યા
હતા આ મામલે નાયબ મ્યુ. કમિશનરને તપાસ કરીને રીપોર્ટ કરવા માટે પણ આદેશ કરવામાં
આવ્યો હતો. જેના પગલે આ કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૃપે
સસ્પેન્ડેડ અધિકારી સંજય શાહને જવાબ આપવા માટે આગામી તા.૧૫ જુલાઇને શુક્રવારે હાજર
રહેવા નોટિસ આપવામાં આવી છે. નોંધવું રહેશે કે, કોર્પોરેશન દ્વારા આ ખરીદી કૌભાંડમાં પોલીસ ફરિયાદ કરવા
માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલુ જ નહીં, અગાઉ બે વર્ષ દરમિયાન સંજય શાહ દ્વારા કરવામાં આવેલી વિવિધ
ખરીદીની પણ તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.