બસ દુર્ઘટનામાં મૃત્તક કન્ડકટરના વારસોને રૃ.45.81 લાખ વળતર ચુકવવા હુકમ - At This Time

બસ દુર્ઘટનામાં મૃત્તક કન્ડકટરના વારસોને રૃ.45.81 લાખ વળતર ચુકવવા હુકમ


સુરતબસ ડ્રાઈવર સહિત 42 મુસાફરોના મોત થયા હતા ઃ વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ હેઠળ ચુકવાયેલા 6.90 લાખ બાદ કરાયાછ વર્ષ
પહેલાં એસટી બસના ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઈવીંગના પગલે મુસાફરો સાથેની બસ સુપા ગામ
નજીક પુર્ણા નદીમાં ખાબકતાં મૃત્તક બસ કન્ડકટરના વિધવા વારસોએ કરેલી ૫૫ લાખના અકસ્માત
વળતરની માંગને આજે મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ ના એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ
અંશતઃ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 7.5 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.45.81 લાખ વળતર
ચુકવવા હુકમ કર્યો હતો.તાપી
જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે રહેતા તથા એસ.ટી.કોર્પોરેશનની બસમાં કન્ડકટર
તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષીય કૈલાશ ફુલપાવર તા5-2-16ના રોજ બસમાં જતા હતા. જે
દરમિયાન બસ ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઈવીંગના લીધે નવસારીના સુપા ગામ નજીક બસ
બ્રિજની રેલીંગ તોડીને પુર્ણા નદીમાં બસ ખાબકતા ડ્રાઈવર-કન્ડકટર સહિત 42 મુસાફરોના
મોત નિપજ્યા હતા. જે પૈકી મૃત્તક બસ કન્ડકટર કૈલાશ ફુલ પાવરના વિધવા પત્ની
વૈશાલીબેનેે ત્રણ સગીર સંતાનો તથા વૃધ્ધ સાસુ-સસરાને પક્ષકાર તરીકે જોડીને મૃત્તક
બસ ચાલક તથા એસ.ટી. કોર્પોરેશન પાસેથી કુલ રૃ.55 લાખ અકસ્માત વળતર પેટે વસુલ
અપાવવા ટ્રીબ્યુનલમાં ધા નાખી હતી. જેની સુનાવણી દરમિયાન એસ.ટી.નિગમ તરફે જણાવ્યું
હતું કે મૃત્તકના કાયદેસરના વારસોને લેબર કોર્ટ સમક્ષ વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ
હેઠળ 6.90 લાખનો એવોર્ડ ચુકવ્યો છે. જે અંગે મૃત્તકના વારસોએ ડીસ્ટ્રીબ્યુશન
ફોર્મમાં એફીડેવિટ કરીને જણાવ્યું છે કે,
મોટર અકસ્માત વળતર ધારા હેઠળ ભવિષ્યમાં ફરિયાદ નહીં કરે. જેથી
અરજદારો મોટર અકસ્માત વળતર ધારા હેઠળ વળતર મેળવવા હક્કદાર નથી. જેના વિરોધમાં
મૃત્તકના વિધવા વારસો તરફે જણાવ્યું હતું કે, વર્કમેન
કોમ્પેન્સેશન એક્ટ તથા મોટક વ્હીકલ એક્ટ બંને અલગ કાયદા છે. એક કાયદા હેઠળ વળતર
ચુકવવામાં આવ્યું હોય તો તે રકમ અન્ય કાયદા હેઠળ કાપીને કે એડજસ્ટ કરીને ચુકવવાની
રહે છે. લેબર કોર્ટ સમક્ષ બાંહેધરી કરારના મુદ્દે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટ એક મુજબ પુખ્ત વયની વ્યક્તિ જ કોન્ટ્રાક્ટ કરી શકે. જ્યારે આ
બાંહેધરી કરારમાં સગીર બાળકોની પણ સહી કરવામાં આવી હોય તે સંપુર્ણ રીતે ગેરકાયદે
છે.જેને
ટ્રીબ્યુનલ જજે માન્ય રાખીને મૃત્તકના વિધવા વારસોને કુલ 52 લાખના અકસ્માત વળરતની
માંગમાંથી વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ હેઠળ મળેલા 6.90 લાખને બાદ કરી વ્યાજ સહિત 45.81 લાખ વળતર ચુકવવા નિગમને હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.