ટેમ્પો અકસ્માતમાં ગંભીર ઈજા પામનારને 35.77 લાખનું વળતર ચુકવવા હુકમ
સુરતચાર વર્ષ પહેલાની ઘટનામાં ગોડાદરાના એમ્બ્રોઇડરી કારખાનેદારને ઇજાને લીધે 50 ટકા કાયમી ખોડ રહી ગઇ હતીટેમ્પો
હડફેટે ગંભીર ઈજાથી કાયમી ખોડ રહી જતા એમ્બ્રોડરી કારખાનેદારને વ્યાજ સહિત રૃ.35.77 લાખ અકસ્માત વળતર
ચુકવવા મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ
અમિતાબેન વૈષ્ણવે હુકમ કર્યો છે.ગોડાદરા
ખાતે શ્રી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 55 વર્ષીય માંગીદાસ શ્રીદાસ વૈષ્ણવ ગઈ તા.1-9-18ના રોજ
ઉધના મહીન્દ્રા શો રૃમના વર્કશોપ પાસેથી પગપાળા પસાર થતા હતા. દરમિયાન
રાજસ્થાન-બિકાનેરના વતની ટેમ્પા ચાલક ભંવરસિહ પુશસિંહે પુરઝડપે ટેમ્પો ચલાવી માંગીદાસને
હડફેટે લેતા તેમને પેલ્વિક ફ્રેકચર,કમ્મરના મણકામાં ફ્રેક્ચર
સહિત શરીના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઇ હતી. જેથી ઈજાગ્રસ્તે સુરતની સ્થાનિક તથા
અમદાવાદ,નડીયાદની હોસ્પિટલમાં પણ એકથી વધુવાર ઈન્ડોર
પેશન્ટ તરીકે દાખલ થઈને સારવાર મેળવવા માટે કુલ રૃ.23.45
લાખનો ખર્ચ થયો હતો. છતાં અકસ્માતના લીધે ઈજાગ્રસ્તને 50 ટકા
કાયમી ખોડ રહી જતા રૃા.50 લાખનું અકસ્માત વળતર માંગ્યું
હતું. સુનાવણી દરમિયાન અરજદાર તરફે સુરેશ
યાદવે એવી રજુઆત કરવામાં આવી હતી કે ઈજાગ્રસ્ત અરજદાર એમ્બ્રોઇડરીનું કારખાનું
ચલાવીને વાર્ષિક 1.66 લાખ આવક મેળવતા હતા અકસ્માતમાં ઈજાથી
કાયમી ખોડ રહી જતાં રોજીંદી ક્રીયા પણ કરી શકતા નથી. જેને ટ્રીબ્યુનલજજે માન્ય
રાખી કુલ રૃ.35.77 લાખ ચુકવી આપવા ટેમ્પો ચાલક, માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.