કોયલી-મીઠી ખાડી પરના દબાણોનો સર્વે કરવા સિંચાઇ વિભાગને આદેશ
- દર વર્ષે સંકલનમાં પ્રશ્ન ઉઠે છે આદેશ અપાય છે પણ ખાડી પર
બની ગયેલા રેસિડેન્શીયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના દબાણો દુર થયા નથી- આગામી
બેઠકમાં રિપોર્ટ આપવા તાકીદ કરાઇ : દબાણો દુર કરવા મ્યુનિ. તંત્રને સહયોગ અપાશે : કલેકટર સુરત સુરતની
કોયલી ખાડી અને મીઠી ખાડી વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાતા આજે મળેલી જિલ્લા સંકલનની
બેઠકમાં આ પ્રશ્ન ઉઠતા જિલ્લા કલેકટરે પાલિકાને આ પ્રશ્ન હવે પછી ના ઉભો થાય તે રીતે
આયોજનબદ્ર કામ કરવા આદેશ કર્યો હતો. જો કે આ ખાડી પર મકાનો, બિલ્ડીંગ,દુકાનો બન્યા છે. તે કેવી રીતે દૂર કરવા તે એક પ્રશ્ન હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. અઠવાલાઇન્સ
જિલ્લા સેવાસદન ખાતે આજે મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં આજે તાજેતરમાં જ જે ખાડી પુર
આવ્યા હતા. તેને લઇને ધારાસભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં પર્વત પાટીયા, લિંબાયત, ચોર્યાસી વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડી અને મીઠી ખાડી ઉપરના દબાણોના
કારણે પાણીના વહેણમાં અવરોધ આવતા સરળતાથી નિકાલ થતો નથી. અને પુર આવી રહ્યા છે. આ
પ્રશ્નને લઇને જિલ્લા કલેકટર આયુષ ઓકે સિંચાઇ વિભાગના ઇજનેરને ખાડી ઉપરના દબાણો,
અવરોધાનો સર્વે કરી આવતી બેઠકમાં રજુ કરવા જણાવ્યુુ હતુ. ખાડી ઉપરના
દબાણો દૂર કરવા માટે શહેર મહાનગર પાલિકા દ્વારા પણ જરૃરી સહયોગ મળશે તેમ જણાવી
ખાડીના પાણીનો પ્રશ્ન હવે પછી ના ઉભો થાય તે રીતે આયોજનબદ્ર કામ કરવા ઇજનેરોને
સુચના આપી હતી.સુત્રોના
જણાવ્યા મુજબ આ ખાડીઓ ઉપર ઘણાએ મકાન બનાવી દીધી છે.પુરાણ કરીને રસ્તો બનાવી દેવાયો
છે. બિલ્ડીંગો ઉભા થઇ ગયા છે. એટલુ જ નહીં,
ખાડી કિનારે જે ઇન્ડસ્ટ્રીઝો આવી છે. એનો જે વેસ્ટ નિકળે છે. તે ઉપરાંત
ઝાંડી ઝાખરા હોવાથી પાણીનો ઝડપથી નિકાલ થતો નથી. અને પુર આવી રહ્યા છે. ટુંકમાં દર
વર્ષે જિલ્લા સંકલનમાં આ પ્રશ્ન ઉઠે છે. અને નિર્ણયો લેવાય છે અને ફરી પાછુ જૈસે થે
જેવી સ્થિતિ થઇ જાય છે. અને આવતા વર્ષે ફરી પાછુ પુર આવે ત્યારે યાદ આવે તેવો ગણગણાટ
સંભળાઇ રહ્યો છે. ધારાસભ્ય ઝંખના પટેલે જ ફરિયાદ કરી, 'ટ્રાફિક
પોલીસ લોકોને હેરાન કરી ઉઘરાણા કરે છે'
આજની
જિલ્લા સંકલનની બેઠકમાં ચોર્યાસી ધારાસભ્ય ઝંખના પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે
અમારા વિસ્તારના ખેડુતો, ગ્રામજનો જયારે કોઇ કામ અર્થે કે પછી ખેતરોમાં કામ કરવા માટે જાય છે.
ત્યારે તલંગપોર, હજીરા, ડુમસ સહિતના
મહત્વની ચેકપોસ્ટ કે પછી જયા ડાયવર્ઝન આપ્યુ હોઇ ત્યાં ટ્રાફિક પોલીસ ઉભી રહી જાય
છે. અને સ્થાનિકોને હેરાન કરીને રીતસરના ઉધરાણા કરે છે. ખેડુતો એક વખત નહીં
વારંવાર ખેતરો કે કામ અર્થે જવુ પડતુ હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસની આ કનડગતના
સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરાતા આજે જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.