જૂની અદાવતમાં વેપારીના ઘરમાં ઘુસી નામચીન બેલડીએ છરા સાથે બઘડાટી બોલાવી: ધમકી આપી
પોપટપરામાં જૂની અદાવતમાં વેપારીના ઘરમાં ઘુસી નામચીન બેલડીએ છરા સાથે બઘડાટી બોલાવી ધમકી આપતાં પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પોપટપરા મુખ્ય રોડ કૃષ્ણનગર શેરી નં.1 માં રહેતાં મેહબુબભાઇ ઇસ્માઇલભાઈ સોલંકી (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાસમ ઉર્ફે કડી, અહેમદ ઉર્ફે ચોકલેટ (રહે. પોપટપરા) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોપટપરા મુખ્ય રોડ સંતોષી નગરમાં આશીયાના કોટન વર્ક નામથી દુકાન ધરાવી ગાદલાનો વેપાર ધંધો કરે છે. ગઈ તા. 20/08/2024 ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ તેઓ તેના મિત્રો રામનાથપરા બાજુ જમવા ગયેલ હતા અને ઘરે તેમના માતા મરીયમબેન અને નાનો ભાઈ યુસુફ, અહેમદભાઇ તેમજ બે બહેનો હાજર હતાં. તે રામનાથપરા હતો.
તે દરમિયાન તેમની માતાનો ફોન આવેલ અને જણાવેલ કે, આપણા વિસ્તારમાં રહેતો કાસમ છરો લઇ ઘરે આવ્યો છે અને ગાળો બોલતો હોય જેથી યુસુફે આપણા ઘરેથી કાસમને જતા રહેવાનુ કહેતા કાસમે છરો કાઢી યુસુફની પાછળ મારવા દોડેલ અને યુસુફ દોડીને ઘરની છત પરથી જતો રહેલ હતો અને કાસમ છરી લઇ ઘરમા ઘુસી ગયેલ અને યુસુફ મળી નહી આવતા તે જતો રહેલ હતો.
થોડીવારમા ફરીથી કાસમ બીજી વખત હાથમાં છરો લઈ ઘરે આવેલ ઘરમા ભાઇ અહેમદ હોય તેને મારવા દોડેલ હતો. જેથી અહેમદના પત્નીએ ઘરનો દરવાજો બંધ કરી દિધેલ અને મને કહેવા લાગેલ કે, તારો દિકરો યાસિન ક્યાં છે, તેને જાનથી મારી નાખવો છે. દરમિયાન કામસનો ભાઇ અહેમદ સ્કોર્પીયો ગાડી લઈ અને તે ગાડીની પાસે ઉભો રહી ગાળો બોલવા લાગેલ હતો. દરમિયાન ત્યાં લોકો એકઠાં થતાં બંને ભાઈઓ નાસી છૂટ્યા હતાં.
વધુમાં બનાવ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે બે ત્રણ વર્ષ પહેલા તેમના ભાઈ યાસીને મોરબી ખાતે કપડાનો શો-રૂમ કરેલ હોય ત્યારે તેમના કપડાના શો રૂમમા સાગરભાઈ વલેચા નોકરી કરતો હોય અને સાગરે કાસમ પાસેથી રૂપીયા લેતી-દેતી કરેલ હતી.
સાગર પાસે કાસમ રૂપીયાની માંગણી કરતો હોય જેથી જે-તે વખતે યાસીને કાસમને ફોન કરી જણાવેલ કે, ભાઇ સાગર તમને રૂપીયા આપી દેશે તેમ જણાવેલ બાદ સાગર અન્ય જગ્યાએ નોકરી કરવા જતો રહેલ હતો.
કાસમને રૂપીયા આપેલ ના હોય જેથી તેનો ખાર રાખી તેમના ભાઇ યાસીનને મારવા કાસમ છરો લઇ આવેલ અને તેમની માતાને તથા ઘરના સભ્યોને ગાળો બોલી યાસીનને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી બેલડી કડી અને ચોકલેટને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.