જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદી વાતાવરણની વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કરાયું - At This Time

જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદી વાતાવરણની વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કરાયું


જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ, ઉંડ-2 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને ચેતવણી અપાઈજામનગર, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારજામનગર જિલ્લામાં મેઘરાજાનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો છે, અને સાર્વત્રિક રીતે અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી, અને સવારે ૮.૦૦ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બપોરે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ જ રહ્યા હતા.હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાથી જામનગરમાં હજુ ૨૪ કલાક સુધી વરસાદી માહોલ બંધાયેલો રહેશે, તેવી આગાહી કરાઈ છે.જામનગર શહેર ઉપરાંત ધ્રોળ અને જોડીયામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે- બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કાલાવડ અને લાલપુરમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.સમગ્ર જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં જામજોધપુરમાં વધુ ૧૬ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત જામનગર શહેર, જોડિયા અને ધ્રોલમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદને લઈને ઊંડ-૨ ડેમ ફરી છલકાયો છે, અને ડેમનું લેવલ જાળવવા માટે ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.