વોંકળામાં પહેલા ઢોર બાંધ્યા પછી ગમાણ બનાવી ઓરડી ચણી લીધી, ડિમોલિશન
વોંકળાઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરતી મહાનગરપાલિકા
રણછોડદાસજીબાપુ આશ્રમ પાસે 4 વંડા, 3 છાપરાં અને 2 રૂમનું બાંધકામ દૂર કરાયું
રાજકોટ મહાનગરપાલિકાએ વોંકળાઓ પરના ગેરકાયદે દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે જે પૈકી રણછોડદાસજીબાપુ આશ્રમ પાસેથી ઢોરની ગમાણ અને ઓરડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. રાજકોટ શહેરમાં સરકારી ખરાબો કે કોઇપણ સ્થળે પહેલા ઢોર બાંધી અને બાદમાં દબાણ કરવાની વૃત્તિ વર્ષોથી ચાલે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.