જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગ દર્શન હેઠળ લાલપુર તાલુકા ની દુકાનોમાં copta 2023 મુજબ ચેકીંગ હાથ ધરાયું
જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગ દર્શન હેઠળ લાલપુર તાલુકા ની દુકાનોમાં copta 2023 મુજબ ચેકીંગ હાથ ધરાયું :
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમાર ના મોનીટરીંગમા જામનગર જિલ્લાના ના લાલપુર ગામમાં આવેલ દુકાનો માં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૦૫ કેસ કરવામાં આવેલ તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૦૩ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૦૨ કેસ કરેલ કુલ ૧૦ કેસ કરેલ જેમાં રૂપિયા ૨૦૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં લાલપુર તાલુકાના તાલુકા સુપર વાઈઝર એન.આર.પરમાર, જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા, એમ.પી.એચ.ડબલ્યુ ડી.એમ.વરીયા અને જય.ડી.અંકલેશ્ચરીયા તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ નયનાબેન.એમ.કંરગીયા અને અરજણ.એમ.ચાવડા હાજર રહેલ.
રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.