સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકા સહીત અનેક તાલુકાની ગ્રામ પંચાયત ની ચુંટણી કેટલાયે સમયથી ખોરંભે
(રિપોર્ટર સદ્દામ મનસુરી )
રાજ્યની મુદત પૂર્ણ કરતી ગ્રામ પંચાયતોમાં બેઠક અનામતના ગુંચવાડાના ના લીધે છેલ્લા કેટલાક વર્ષથી ચૂંટણી ન યોજાતાં આવી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોના શાસનથી પ્રજાની મુશ્કેલીઓ વધવા લાગી છે. સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકાની ૫૧૮ માથી ૨૧૫ જેટલી ગ્રામ પંચાયતોમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું અમલી બને તે પહેલાં ઘણા સમયથી વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે અને પ્રજા હવે વહીવટદારના શાસનનો અંત આવે એવુ ઈચ્છી રહી છે.
ચૂંટણી પંચ આગામી ૨ મહિનાની અંદર ચૂંટણી યોજે તેવી સંભાવના વચ્ચે આગામી ઓક્ટોબર મહિનામાં મુદત પૂર્ણ કરતી અને વિભાજન થયેલી ગ્રામ પંચાયતોને હિંમતનગર ના નવા સરપંચ સહિત નવા સભ્યો ની કમિટી મળવાનીસંભાવના વધી રહી છે. ત્યારે સ્વરાજ્યની સ્થાનિક ચૂંટણીઓ છેલ્લા ઘણાએ સમયથી ઘોંચમાં પડી છે.નિવૃત્ત જસ્ટિસ કે.એસ.ઝવેરી પંચે સરકારમાં ઓ.બી.સી. અનામતનો રિપોર્ટ સરકારને સુપ્રત કરાયા પછી લોકસભાની ચૂંટણી આવી જતાં અત્યારે સરકાર કક્ષાએ નિર્ણય જૈસે થે તે સ્થિતિમાં છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર ,પ્રાંતિજ જેવી નગરપાલિકાઓ ઉપરાંત ૨૧૫ ગ્રામ પંચાયતોમાં ઘણા સમયથી વહીવટદારનું શાસન હોવાથી પ્રજાની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો તો ક્યાંક મુશ્કેલીઓના અંત જેવી સ્થિતિ છે તેમ છતાં પ્રજા પોતાના ગામમાં સરપંચ ની ચૂંટણીઓ ઈચ્છી રહી છે. આગામી તા.૪ જૂનના રોજ લોકસભા બેઠકની મત ગણતરી થવાની છે અને ત્યારબાદ આચારસંહિતાની સમાપ્તિ થશે અને એ સાથે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરુ થાય તેવી સંભાવના છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.