ધંધુકા તાલુકામાં શિવાજી સેના ના વિવિધ મોરચાના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.
શિવાજી સેના ના અમદાવાદ જિલ્લા તથા ધંધુકા તાલુકામાં વિવિધ મોરચાના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.
શિવાજી સેના ગુજરાત રાજ્યના અધ્યક્ષશ્રી વિક્રમભાઈ સોરાણી ની સૂચનાથી અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મેર દ્વારા આજ રોજ શિવાજી સેના અમદાવાદ જિલ્લા વેપારી મંડળના પ્રમુખ તરીકે હરેશભાઈ બગડીયા તથા ઉપપ્રમુખ તરીકે અમલ ભાઇ ગાંધી તથા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કરણભાઇ વિરમગામા તથા જિલ્લા માલધારી સેલના પ્રમુખ તરીકે કાનજીભાઈ ગમારા ની નિયુક્તિ કરવામાં આવી છે.શિવાજી સેના ધંધુકા તાલુકાના ઇન્ચાર્જ તરીકે રમેશભાઈ ચૌહાણ તથા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હિતેશ ભાઈ ઝીંઝુવાડીયા ની વરણી કરવામાં આવી છે.
જેમાં જીલ્લાના યુવા પ્રમુખ ધર્મેશભાઇ ભુંભાણી,જીલ્લા ઉપાઘ્યક્ષ દુષ્યંતભાઇ, અમદાવાદ જિલ્લા આગેવાન અશોકભાઈ બારૈયા તથા યુવા પ્રમુખ નિલેશ ભાઈ બાવળિયા સહિત શિવાજી સેના ના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.