ધનસુરા તાલુકાના શીકા ગામે માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. - At This Time

ધનસુરા તાલુકાના શીકા ગામે માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે ગુજરાત રાજયના જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, સાબરકાંઠા - અરવલ્લીના સંયુકત ઉપક્રમે મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.જીવનમાં આવતા સંઘર્ષ, દુઃખ, ક્લેશથી બચવા માટે માણસો મોટા ભાગે વ્યસનનો આશરો લેતા હોય છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂટવા માટે પણ વ્યસન કરે છે. વ્યસન વધારે તો દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેના આદતથી તન-મન-ધનના વ્યય સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. વ્યસને માણસ માટે કલંકરૂપ બાબત ગણાય. આજનું યુવાધન આ વ્યસનરૂપી રાક્ષસના સકંજામાં ન સપડાય તેના માટે સઘન પ્રયાસો આવશ્યક અને અનિવાર્ય છે.માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં નશાના સેવનથી માણસના માનસિક, શારીરિક, સામાજિક તથા આર્થિક રીતે થતી નકારાત્મક અસરો વિશે માહિતી આપી હતી. તેમજ યુવાનો દેશનું ભવિષ્ય હોવાથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. તેમજ આ પ્રસંગે સરગમ ટ્રસ્ટ મુનાઇ દ્વારા નશાબંધી વિશેની જાગૃતિ ફેલાવતી ભવાઈ યોજવામાં આવી હતી.કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખ ભાઈ, શીકા ગામના સરપંચ શ્રી નીરુબેન ખાંટ, નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી એસ.પી. વાઘેલા, શીકા કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ગામના આગેવાનો, વિધ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.