ભાજપના ફાળવેલા પ્લોટ સામે ભાજપના જ કાર્યકરોએ બાય ચઢાવી
- પાલિકાએ સિઝનલ ધંધા માટે પ્લોટ ભાડે આપ્યા હતા ત્યાં પેટા ભાડુઆત મુકી ફુડ ઝોન બનાવી દેવાયો તેને રીન્યુ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર ભાજપનો જ વિરોધ , વિરોધ પક્ષ ચુપસુરત, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારસુરત મ્યુનિ.ના ભાજપ શાસકો દલાતરવાડી બનીને ખુલ્લા પ્લોટની કાર્યકરોને જ લ્હાણી કરી રહ્યાં છે તેની સામે વિરોધ પક્ષ ચુપ છે પરંતુ ભાજપના જ કેટલાક કાર્યકરો જ વિરોધ કરી રહ્યાં છે. ભાજપના કાર્યકરોને સ્ટોલ ફાળવ્યા છે. તેનો નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે. સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ અડાજણ ખાતે નો ખુલ્લો પ્લોટ ફૂડ સ્ટોલ માટે છ માસ માટે ફાળવી દીધો હતો આ પ્લોટમાં સ્ટોલ ધારકો પાસે ફૂડ લાયસન્સ ન હોવા છતાં વધારાના છ માસ માટે કોન્ટ્રાક્ટ રીન્યુ કરી દેવાતાં વિવાદ ઉભો થયો છે. આ વિવાદ સમે તે પહેલાં મોટા વરાછા અને કતારગામ ઝોનના બે પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હતો તેને રીન્યુ કરવા માટે કવાયત થઈ રહી છે. ભાજપના નેતાની ભલામણથી ભાજપના જ કાર્યકરોને કતારગામ ઝોન ટીપી સ્કીમ નંબર 27 (ઉત્રાણ- કોસાડ) અને ટીપી સ્કીમ નંબર 24 (મોટા વરાછા- ઉત્રાણ)માં આવેલો ફાઈનલ પ્લોટ નંબર 208 ને છ માસ માટે ફાળવ્યો હતો તેનો કરાર પૂરો થાય છે. આ પ્લોટ સિઝનલ ધંધાના હેતુ માટે ભાડે અપાયો છે. પરંતુ જે ભાજપના કાર્યકરોને પ્લોટ અપાયો છે તેઓએ પેટા ભાડુઆત ઉભા કરીને તેમાં ફૂડ સ્ટોલ શરુ કરી દીધા છે. ભાજપ શાસકો પ્લોટની ભાજપના કાર્યકરોને આડેધડ લ્હાણી કરતા હોવા છતાં સામાન્ય સભા અને સોશિયલ મિડિયામાં આક્રમક વિરોધ કરતા વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આ મુદ્દે તદ્દન ચુપ છે કોઈ વિરોધ કર્યો નથી પરંતુ આ વિસ્તારના ભાજપ જ કેટલાક કાર્યકર- નેતાઓએ ભાજપ શાસકો આ પ્લોટને રીન્યુ ન કરે તેવી અપીલ મ્યુનિ. કમિશ્નરને કરતી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ કરી છે. ભાજપમાં ચાલતી જૂથબંધીના કારણે ભાજપ શાસકોએ ફાળવેલા પ્લોટ ના વિરોધ ભાજપના જ નેતાઓ કરી રહ્યું છે પરંતુ વિરોધ પક્ષ આ મુદ્દે કેમ વિરોધ કરતું નથી તે અંગે અનેક અટકળો થઈ શરૂ થઈ ગઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.