સાબરકાંઠા બેઠક પર ૧૫૫૬૮૨ લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા
(આબીદઅલી ભુરા સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણના સંપન્ન :
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં મંગળવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની સાત વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. સમગ્ર સંસદીય મતદાર વિભાગમાં ૬૭.૨૪ ટકા મતદાન નોંધાયુ હતુ. ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ હિંમતનગર,
ઇડર,ખેડબ્રહ્મા,પ્રાંતિજ,ભીલોડા,મોડાસા અને બાયડ બેઠકની મતગણતરી સવારે ૮ કલાકે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઇ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૫૫૬૮૨ લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા થઇ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં કુલ ૧૨૭૮૪૯૦ મત પૈકી ૧૨૪૮૨૮૨ મત માન્ય , ૨૧૩૨ મત અમાન્ય અને ૨૧૦૭૬ નોટા મતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ૬૭૭૩૧૮, ઇન્ડિયનનેશનલ કોંગ્રેસને૫૨૧૬૩૬,બહુજન સમાજ પાર્ટીને ૯૯૬૭ , લોગ પાર્ટીને.૫૨૪૭, ગુંજ સત્ય ની જનતા પાર્ટીને ૨૭૭૩, ઈન્સાનિયત પાર્ટીને ૧૪૩૬, ભારતીય જન પરિષદને ૧૯૫૧, અપક્ષને ૨૭૯૫૪ મત મળ્યા હતા. જ્યારે ૨૧૦૭૬ મત નોટામાં પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.