સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે 11 ચોરાઉ બાઈક સાથે ચાર આરોપીની ગેંગ ઝડપી લીધી હતી. - At This Time

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે 11 ચોરાઉ બાઈક સાથે ચાર આરોપીની ગેંગ ઝડપી લીધી હતી.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સીટી બીડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમા ગયેલા તેમજ બાઇક અને રાજકોટ અન્ય વિસ્તારમાથી ચોરી થયેલા બાઇકો સહિત કુલ 11 બાઇકો સાથે 4 આરોપી જેમાં, આકાશભાઇ કિશોરભાઇ સાંથળીયા રહે ચોટીલા જીઆઇડીસીમાં રણછોડભાઇ મીસ્ત્રીના કારખાનાની ઓરડીમા ભાડે મુળ રહે મોટા હડમતીયા જિ રાજકોટ,વિષ્ણુભાઇ ભરતભાઇ ચોરાસીયા રહે રાજ સીતાપુર ગામ ધ્રાંગધ્રા, શક્તિભાઇ માધુભાઇ રાણેવાડીયા ફીરદોસ સોસાયટી નર્મદા કવાર્ટર પાછળ સુરેન્દ્રનગર, શૈલેષભાઇ નશાભાઇ સોળમીયા, રહે ભીમગઢ ચોટીલાવાળા ઓને બીડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડે ઝડપી લીધા હતા સુરેન્દ્રનગર સિટી બી ડિવીઝન પોલીસ સ્ટાફના પીએસઆઈ જી એન શ્યારા, અજીતસિંહ સોલંકી, મહીપતસિંહ જાદવ સહીત સમગ્ર ટીમ દ્વારા પ્રેટોલિંગ દરમ્યાન એક કાળા કલરનુ નંબર પ્લેટ વગરનુ બાઇક ત્રણ સવારીમાં શંકાસ્પદ રીતે લઇને નિકળ્તા પોલીસે કોર્ડન કરી બાઇક ચાલકને રોકી આ શખ્સો પાસે રહેલુ બાઇકના આધાર પુરાવો માગ્યા તેઓની પાસે બાઇકના કોઇ કાગળો ન મળતા પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ભાંગી પડયા હતા અને આ બાઇક સુરેન્દ્રનગરના ટી.બી હોસ્પિટલ પાસેથી અને સુરેન્દ્રનગર રીલાયન્સ મોલ પાસેથી અને રાજકોટ આજીડેમ રવિવારીમાંથી અને રાજકોટ ગોંડલ રોડ ઉપરથી અને રાજકોટ યુનીવર્ષસીટી રોડ ખાતે અને ચોટીલામાંથી ચોરી અને રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી અને રાજકોટ આજીડેમ ચોકડી ખાતે અને જકોટ ભાવનગર રોડ ખાતે અને ગામ કાલાવડ જી જામનગર ખાતે ચોરી કરેલુ જે બાઇક ભોગાવા નદિના પટ્ટમાં બાવળની આડમા છુટા છવાયા સંતાડી રાખેલા સુરેન્દ્રનગર માંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.