તાજપુર કેમ્પ જૂથ પ્રાથમિક શાળામાં રાજ નંદની ટ્રાન્સપોર્ટ ના માલીક ભરતભાઈ રાવળ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા - At This Time

તાજપુર કેમ્પ જૂથ પ્રાથમિક શાળામાં રાજ નંદની ટ્રાન્સપોર્ટ ના માલીક ભરતભાઈ રાવળ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા


*તાજપુર કેમ્પ જૂથ પ્રાથમિક શાળામાં રાજ નંદની ટ્રાન્સપોર્ટ ના માલીક ભરતભાઈ રાવળ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકા ના તાજપુર કેમ્પ જૂથ પ્રાથમિક શાળામાં આજરોજ રાજ નંદની ટ્રાન્સપોર્ટ ના માલિક અને તાજપુર ગામના વતની ભરતભાઈ કાળાભાઈ રાવળ તરફથી ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને વિના મૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. તે પ્રસંગે ઉપસ્થિત એસએમસી કમિટીના અધ્યક્ષ દિલીપસિંહ પરમાર ,તાલુકા પ્રાથમિક અધિકારી જયેશભાઈ પટેલ, શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલ ,શાળા સ્ટાફ કનુભા ઝાલા, વનરાજસિંહ ઝાલા તથા ગામમાંથી અનિલભાઈ રાવળ ભરતભાઈ ના પિતાશ્રી કાળાભાઈ રાવળ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.