શાયોના વિદ્યાલય–બોટાદ(અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતીય ગુનાઓ સામે બાળકોનાં રક્ષણનો કાયદા વિશે સમજાવવામાં આવ્યું - At This Time

શાયોના વિદ્યાલય–બોટાદ(અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતીય ગુનાઓ સામે બાળકોનાં રક્ષણનો કાયદા વિશે સમજાવવામાં આવ્યું


શાયોના વિદ્યાલય–બોટાદ(અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતીય ગુનાઓ સામે બાળકોનાં રક્ષણનો કાયદા વિશે સમજાવવામાં આવ્યું

તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાયોના વિદ્યાલય–બોટાદ(અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર)માં આજ રોજ તા. ૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવાર નાં રોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતીય ગુનાઓ સામે બાળકોનાં રક્ષણનો કાયદો આ વિશે સમજાવવા માટે શાળામાં સીનીયર સિવિલ જજ બોટાદ પલકબેન પટેલ,મહિલા પોલીસ સ્ટેશન PSI આઈ.બી.જાડેજા સાહેબ,વકીલ સુરજસિંહ કે.પરમાર,ન્યાયિક વિભાગના અધિકારી એમ.બી.પરમાર સાહેબ,હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ ગોહિલ તથા પેરા લીગલ વોલેન્ટીયર ઈલાબેન સી.રાવલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં બાળકોને પોક્સો એક્ટ,એન્ટી રેગીંગ કાયદો તથા મફત કાનુની સહાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ઉપસ્થીત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ટીમનું શાળાનાં ટ્રસ્ટ મંડળ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાનાં ટ્રસ્ટીઓ,શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.