આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનો જન્મદિન “અક્ષય ઊર્જા દિન” તરીકે ઊજવાય છે.૨૦ ઓગસ્ટ
આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનો જન્મદિન “અક્ષય ઊર્જા દિન” તરીકે ઊજવાય છે.૨૦ ઓગસ્ટ અક્ષય ઊર્જા દિન બીનપરંપરાગત ઊર્જા, ઊર્જાબચાવ વગેરે મુખ્ય બાબતો પરનો જનજાગૃતિ માટે આ વિષે રેલી, પ્રદર્શનો, વ્યાખ્યાનો, નિબંધ, હરીફાઈ, વક્તત્વ હરીફાઈ વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે.આપણને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે. જગતમાં થતી તમામ ઘટનાઓ અથવા ક્રિયાઓનું સંચાલન માત્ર શક્તિ દ્વારા જ થાય છે. કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવતી શક્તિ ઊર્જા તરીકે ઓળખાય છે. રોજબરોજ થતાં કામોમાં ઊર્જાને આપણે ઘણી રીતે વાપરીએ છીએ. આપણને ઊર્જા જેમાંથી મળે છે તેને ઊર્જાનું ઉદ્ગમસ્થાન અથવા ઊર્જાસ્રોત કહેવાય છે. વિવિધ ઊર્જાસ્રોતમાંથી મળતી ઊર્જાનાં વિવિધ સ્વરૂપો આપણે અલગ અલગ કામો કરવા ઉપયોગમાં લઈએ છીએ. આવા ઊર્જાસ્રોતોમાંથી મળતી ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. જેથી, આપણાં ઘણાં કાર્યો સરળતાથી થઈ શકે છે.શું છે આ ઊર્જા ?
ઊર્જા કોઈ ભૌતિક પદાર્થ નથી.તેથી, તેને કોઈ ચોક્કસ આકાર, કદ,વજન હોતાં નથી. તે દ્રવ્ય નથી, પણ તમામ દ્રવ્યમાં સમાયેલી છે. દુનિયાના તમામ સજીવો કે નિર્જીવ પદાર્થોમાં થોડા ઘણા અંશે તો ઊર્જા રહેલી જ હોય છે. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પરંતુ તેનો મૂળ જથ્થો તો અચળ જ રહે છે. ઊર્જા ક્યારેય નાશ પામતી નથી. તેનું માત્ર નિયંત્રણ કે રૂપાંતર જ કરી શકાય છે.ઊર્જાનાં સ્વરૂપો :
ઊર્જાના ઘણાં સ્વરૂપો છે. પરંતુ, સૌથી વધારે વપરાતું અને વ્યાપક સ્વરૂપ ઉષ્મા ઊર્જા અથવા ગરમી છે. કોઈપણ વસ્તુ ગતિમાં હોય ત્યારે તેનામાં શક્તિ સમાયેલી હોય છે. આ ઊર્જા ગતિ ઊર્જા (Kinetic Energy) તરીકે ઓળખાય છે. કોઈપણ પદાર્થને ઊંચે લઈ જવાથી તેનામાં શક્તિ ઉત્પન્ન કરવાની તાકાત આવે છે. તે જ રીતે પાણીને ઊંચા સ્થાને લઈ જઈ ધોધરૂપે પછાડવાથી તેનામાં ટર્બાઈન જનરેટરો ચલાવવાની શક્તિ આવે છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આ ઘટના શક્ય બનતી હોવાથી આવી શક્તિને ગુરુત્વાકર્ષણીય શક્તિ કહે છે. આ ઊર્જા સ્થિતિજ શક્તિથી ઓળખાય છે. સ્થિતિજ શક્તિ અને ગતિશક્તિનાં સરવાળાને યાંત્રિક શક્તિ
તરીકે ઓળખવામાં આવે છે. અવાજની ધ્રુજારીમાંથી મેળવાતી શક્તિ ધ્વનિ ઊર્જા કહેવાય છે. એવી જ રીતે કોઈપણ પદાર્થને ગરમી આપવાથી તે પ્રકાશ આપે છે. સૂર્યમાંથી આપણને ગરમી તથા પ્રકાશ એમ ઊર્જાનાં બે સ્વરૂપો મળે છે. સૂર્યશક્તિથી વનસ્પતિ પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ-સંશ્લેષણ જેવી જૈવ- રાસાયણિક પ્રક્રિયાથી માંડીને અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા મળતી ઊર્જા સૌર રાસાયણિક, ઊર્જા તરીકે ઓળખાય છે. જયારે, રસાયણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે મળતી શક્તિ રાસાયણિક શક્તિ કહેવાય છે.ઊર્જાનાં ઉષ્મા, પ્રકાશ, ગતિજ, સ્થિતિજ, યાંત્રિક, વિદ્યુત, સૌર રાસાયણિક, રાસાયણિક, વીજ-ચુંબકીય તથા ધ્વનિ વગેરે જેવાં જાણીતાં સ્વરૂપો છે.ઊર્જાના સ્રોતો ઊર્જાના વિવિધ સ્વરૂપો કોઈ એક જ સ્થળેથી કે ઉદ્ગમસ્થાનમાંથી મળે તેવું નથી. ઊર્જા જેમાંથી મળે છે કે પ્રગટે છે તેને ઊર્જાસ્રોત કહેવાય છે. ઊર્જાના વિવિધ સ્રોતોને બે પ્રકારમાં વહેંચી શકાય.પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્રોત અથવા પરંપરાગત ઊર્જાસ્રોત અથવા ખૂટી જાય તેવા ઊર્જાસ્રોત.ઊર્જાસ્રોતોમાં જે સ્રોતો પ્રણાલીગત રીતે, પેઢી દર પેઢી, પરંપરાથી વપરાતા આવે છે. તેને પારંપરિક ઊર્જા સ્રોત કહેવાય છે, જેમાં લાકડું, કોલસા, કેરોસીન, ખનિજતેલ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્રોતોના વપરાશથી આપણે ઘણું ભૌતિક સુખ મેળવ્યું છે અને વિકાસ સાધ્યો છે. ભૌતિક સુખ મેળવવાની લાલચમાં આપણે પારંપરિક ઊર્જાસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની તક ગુમાવી છે. અવિચારી બેફામ વપરાશથી હવે આ ઊર્જા સ્રોતોનો જથ્થો ખૂટી જવાને આરે છે. આથી, આવા ઊર્જાસ્રોતોને ખૂટી જતા ઊર્જાસ્રોતો પણ કહેવાય છે. આવા ઊર્જાસ્રોતોનો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોત અથવા બિનપરંપરાગત ઊર્જાસ્રોત અથવા અખૂટ ઊર્જાસ્રોત. ખૂટી જનારા ઊર્જાસ્રોતોના વિકલ્પ તરીકે આપણે ધીમે ધીમે જેનો ઉપયોગ કરવાની ફરજ પડી છે તેવા ઊર્જાસ્રોતો બિનપારંપરિક ઊર્જાસ્રોત કહેવાય છે. આવા ઊર્જાસ્રોત અખૂટ ઊર્જાસ્રોત તરીકે પણ ઓળખાય છે, જેમાં પવન ઊર્જા, જળ ઊર્જા, સામુદાયિક ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા,પશુશક્તિ, પરમાણુ ઊર્જા અને સૌર ઊર્જાનો સમાવેશ કરી શકાય. આ ઊર્જાસ્રોતમાં શક્તિનો અખૂટ જથ્થો રહેલો છે. ઉપરાંત, તેના ઉપયોગથી પર્યાવરણ ખાસ પ્રદૂષિત થતું નથી. ઉપરના કોષ્ટક પરથી પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતો વિશેની જાણકારી મેળવી શકાય છે. આપણે બિન-પારંપરિક - ઊર્જાસ્રોતો વિશે થોડી વધુ માહિતી મેળવીએ.પવન ઊર્જા આધુનિક યુગમાં પવનની પ્રચંડ શક્તિનો ઉપયોગ ઊર્જા ઉત્પન્ન કરવામાં થાય તેવાં સાધનોનો વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને, કેનયાર્ડ જર્મની, હોલેન્ડ, અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખૂબ મોટા પાયે પવનયંત્રો લગાડીને પવનમાંથી સેંકડો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જે વિન્ડ ટર્બાઈન તરીકે ઓળખાય છે. જ્યારે સાદી ભાષામાં આવાં પવનયંત્રો પવનચક્કી તરીકે જાણીતાં છે.યુરોપના દેશોમાં આવાં પવનયંત્રો જો દરિયામાં મૂકવામાં આવે તો વધુ વીજળી ઉપન્ન થાય છે. કેમ કે, દરિયામાં ઝાડ, પાન કે મકાનોનાં અવરોધ પવનની ગતિને નડતા નથી એટલે પવન વધુ ઝડપે ફૂંકાય છે.ભારતમાં પણ ઘણી જગ્યાએ આવાં વિન્ડફાર્મ ઊભા કરવામાં આવેલાં છે. એક વિન્ડમીલ કાર્યરત કરવાનો ખર્ચ લગભગ રૂા. ૬૫,૦૦૦ કે તેથી વધુ થાય છે. સૌરાષ્ટ્રમાં પ્રાંસલા ખાતે લગભગ ૫૦૦ જેટલી વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરતી પવનચક્કીઓ ઊભી કરવામાં આવી છે. જે પ્રમાણમાં નાની છે એટલે કે ૨૫૦ કિલો વોટની ઉત્પાદનક્ષમતાની છે. જેનો ટાવર લગભગ ૧૦૦ ફૂટ ઊંચો છે, જ્યારે પાંખિયાની ત્રિજ્યા ૪૦થી ૪૫ ફૂટની હોય છે. ખેતરમાં પાણી ખેંચવા માટે ૩ કિલોવોટથી ૧૦ કિલોવોટ સુધીની જરૂરિયાત હોવાથી પવનચક્કી નાની હોવી જોઈએ, જેથી તેનો ખર્ચ ઓછો થાય છે અને સામાન્ય ખેડૂતને પણ પોષાય ! નાના ગામમાં જાહેર દીવાબત્તી કરવા માટે પણ ૧૦થી ૨૦ કિલોવૉટનાં પવનયંત્રો હોય તો ઉપયોગી થઈ પડે.આજે તો ગામડામાં દરેક ઘર પોતાના ઘરવપરાશ માટે જેટલી વીજળી જોઈએ તે બહુ જ સહેલાઈથી પવનચક્કી મૂકીને ઉત્પન્ન કરી શકે છે. ઘર માટે ૩ - ૪ ટ્યુબલાઇટ અને એક - બે પંખા ચલાવવા માટે ૨ મીટરથી સહેજ મોટા ૩ પાંખિયાનું પવનચક્ર અને નાનકડું મેગ્નેટ જનરેટર હવે રાજકોટમાં બનવા માંડયું છે. કોઈપણ વ્યક્તિ પોતાના ઘર ઉપર ૨ ફૂટનો પાઈપનો થાંભલો કરી ચારે બાજુ વાયરના દોરડાં બાંધીને જનરેટર અને સુરજ ઉષ્મા ઊર્જા ગરમી કરવા કુક્રર સોલાર બાયો ગેસ રાસાયણિક ઊર્જા પ્લાન્ટ બાયોગેસ જનરેટર ગેસી ફાયર પવન ગતિ ઊર્જા. ટબ્રાઇન પવન ચક્કી પાણી મોજા અને દરિયાઇ ભરતી ભુ તાપિત ઊર્જા હિટ સ્ટીમ એક્ષેંજ સ્વ રાજીવ ગાંધી એ પશુધન ઊર્જા નો રચનાત્મક ઉપીયોગ ની અદભુત પોલિસી અપનાવવા તૈયારી કરી હતી સો દિન મહિમા
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.