લ્યો બોલો જસદણ શહેરમાં વિકાસનું ગાબડું પડ્યું : આ ગાબડામાં અનેક વાહન ચાલકોનો ગરકાવ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
જસદણમાં મેન બજારમાં મેઇન રોડ ઉપર આવેલ રસ્તામાં ડીએસવીકે શાળા નજીક રસ્તામાં વિકાસનું ગાબડું પડ્યું હતું અહીંયા રોડ નીચે ગટર આવેલી છે અને આ ગટર વર્ષોથી છે આ ગટરમાં અસંખ્ય વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાયો છે અને હાલ ચોમાસાની સિઝનમાં આ ગટર ખુલ્લી હોવાથી અવારનવાર ફોરવીલર ચાલક ની વાહનો ખાબકે છે અને વાહનને તેમજ વાહન ચાલકને નુકસાનીઓ થાય છે ત્યારે આ બાબતને લઈને અનેક વાર અખબારમાં સમાચાર છાપીને તંત્રને આંખ ઉઘાડવાની કોશિશ કરેલ પણ જાણે તંત્ર ચોમાસાની સિઝન આવતા ધોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસમાં અનેક વાહનો આ ખાડામાં પડ્યા છે અને લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે ખાસ કરીને આ ખાડો ભ્રષ્ટાચાર બાદ કરી સાચી નીતિથી ખાડો પુરવામાં આવે તેવી જસદણના નગરજનોની ઉગ્ર માંગ ઉઠી છે તેમજ જો આ કામ કરવામાં નહીં આવે તો જવાબદાર અધિકારી સામે કાયદાકીય રીતે પગલાં લેવા પડશે તેવું રાહદારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.